પિતાનાં મોતને પગલે,US માં રહેતા પુત્રએ બેન્કર્સ આર્ટ હોસ્પિટલની સામે સ્થાનિક પોલીસ અને US એમ્બેસીમાં ફરિયાદ કરી
એન.આર.આઇ. દ્વારા યુ.એસ.એમ્બેસી ને સમગ્ર મામલે લેખિતમાં અને ઇ-મેલ દ્વારા રજૂઆત કરવામાં આવી
યુ.એસ.માં રહેતા વ્યક્તિનાં પિતાને બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબે અને હોસ્પિટલ પ્રસાશનની નિષ્કાળજીને કારણે મોત નિપજ્યાના આક્ષેપો
અમેરિકામાં વસતા અને નાગરિકત્વ ધરાવતા વડોદરાના પરિવારના એક સભ્યને વર્ષ 2024 માં હ્રદયની તકલીફ થતાં તેઓને શહેરના બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. સમગ્ર મામલે યુ.એસ.થી આવેલા પુત્ર દ્વારા હોસ્પિટલ પ્રશાસન અને તબીબોની બેદરકારી ને કારણે પોતાના પિતાનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ સાથે વર્ષ 2025 માં તેઓના પિતાના સારવાર ની સંપૂર્ણ વિગત સાથે ફાઇલ માંગવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે હોસ્પિટલ પ્રશાસન દ્વારા ફાઇલ આપવાની ના પાડતાં એન આર ઇ પુત્રે કડક વલણ અપનાવતા આખરે હોસ્પિટલ પ્રશાસન દ્વારા ફાઇલ તો આપવામાં આવી. સાથે સાથે આ મામલે પરિવારને કોઈ પગલાં ન ભરવા ની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ધમકી આપતા એન.આર.પરિવારે સમગ્ર મામલે યુ.એસ્.એમ્બેસીને લેખિતમાં અને ઇ-મેલ દ્વારા જાણ કરવા સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
શહેરનાં પ્રતાપનગર વિસ્તારમાં આવેલા સિંધવાઇમાતા રોડ સ્થિત સરદારનગર ખાતે બંગલા નં.3 માં રહેતા રાજિન્દર સિંગ વાલીયા છેલ્લા ઘણાં સમયથી યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા ખાતે વસવાટ કરે છે અને યુ.એસ.નુ નાગરિકત્વ ધરાવે છે તેઓ થોડા સમય માટે વડોદરા ખાતે રહેવા આવ્યા છે. વર્ષ- 2024 માં તેમના પિતા મોહિન્દર અમરસિંગ વાલીયાને હ્રદય સંબંધિત તકલીફ થતાં તેઓને શહેરના જૂના પાદરા રોડ સ્થિત બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલ પ્રસાશન અને તબીબોની બેદરકારીને કારણે તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવાના આક્ષેપો પરિવાર દ્વારા હોસ્પિટલ સામે કરવામાં આવ્યા હતા. રાજીન્દરસિંગ યુ.એસ.થી વડોદરા આવ્યા હતા અને તા.25-09-2025 ના રોજ બેન્કર્સ હાર્ટ હોસ્પિટલ ખાતે પોતાના પિતાની સારવારની સંપૂર્ણ ફાઇલ લેવા માટે ગયા હતા. જ્યાં પેપર્સ તથા ફાઇલની માંગણી કરતાં પ્રાથમિક તબક્કે તો હોસ્પિટલ દ્વારા ફાઇલ આપવા આનાકાની કરી હતી. પરંતુ રાજિન્દર સિંગે કડક વલણ અપનાવતા આખરે હોસ્પિટલ પ્રશાસન દ્વારા ફાઇલ આપવામાં આવી હતી. પરંતુ એન.આર.આઇ. પરિવાર કોઇ કાયદાકીય કાર્યવાહી ન કરે તે માટે હોસ્પિટલ પ્રસાશન દ્વારા રાજિન્દર સિંગના નજીકના વર્તુળો મારફતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધમકી આપી હતી. સાથે જ જીવને જોખમમાં મૂકી દેવાની ધમકી આપતા સમગ્ર મામલે એન.આર.આઇ. પરિવારને જીવનું જોખમ હોય પોતાના પરિવારના કોઇને પણ કંઈક થાય તેના માટે બેન્કર્સ હાર્ટ હોસ્પિટલ પ્રશાસન જવાબદાર રહેશે તે બાબતે યુ.એસ. એમ્બેસીમાં લેખિત અને ઇ-મેલ મારફતે રજૂઆત કરવામાં આવી છે સાથે જ સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ હોસ્પિટલ પ્રશાસન સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા અરજી કરવામાં આવી છે.
Reporter: admin







