પાટણ: જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ફાયરિંગની બીજી ઘટના સામે આવી છે. જેમાં મંગળવારે મોડી રાત્રે રાધનપુરની રામદેવ સોસાયટીમાં નિવૃત જેલરના ઘરે અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે ગત બે દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના રાધનપુર શહેરમાં છોકરાઓની માથાકૂટની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે.
રાધનપુરની રામદેવ સોસાયટીમાં નિવૃત જેલર કરશન રબારીના ઘર પર સોમવારે રાત્રે ફાયરિંગ કરી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત નિવૃત જેલરના ઘરની બારીઓના કાચ ફોડી નાખી જાનથી મારી ધમકી પણ આપી હતી.
Reporter: admin







