અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે વારંવાર સવાલો ઊઠી રહ્યા છે. ત્યારે શહેરમાં અસામાજિક તત્વોએ હદ વટાવી હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે.
અમદાવાદમાં મારામારીના આ બનાવોમાં જાણે અસામાજિક તત્વોએ હદ વટાવી હોય તેવું લાગી રહ્યું છે. જાહેર રસ્તા પર બોલાચાલી, ધમકી, મારામારી અને પથ્થરમારો જાણે સામાન્ય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. એક બનાવ નવરંગપુરા અને બીજો બનાવ વેજલપુરનો હોવાનું સામે આવ્યું છે. આ બંનેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.પહેલા બનાવ અંગે વાત કરીએ તો, આ બનાવ બે દિવસ પહેલાનો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ 2 યુવકને ધમકી આપી છે.
શહેરના કોમર્સ છ રસ્તા પાસે ગાડી હટાવવા બાબતે તકરાર થઈ હતી. જેમાં રસ્તાની વચ્ચે પડેલી ગાડી હટાવી લેવા બાબતે યુવકે વિનંતી કરી હતી. જોકે રસ્તા વચ્ચે ગાડી રાખી ઊભા રહેલા યુવકે ગાડી ખસેડવાને બદલે ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ બે ગાડીમાં તેના સાગરીતોને બોલાવી વિસ્તારને બાનમાં લીધો હતો. ભોગ બનનાર યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની અરજી કરી છે. જોકે, આટલું જ નહીં, જે યુવાને રસ્તામાં ગાડી પાર્ક કરી હતી તેમાં પોલીસનું બોર્ડ લગાવેલું હતું.
Reporter: admin







