News Portal...

Breaking News :

દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પુલવામાના વધુ એક ડૉક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ

2025-11-11 14:41:09
દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પુલવામાના વધુ એક ડૉક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ


દિલ્હી : રાજધાનીમાં 10 નવેમ્બરે સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં 8 લોકોના મોત થઈ ગયા હતા. 


જોકે આજે મૃતકાંક વધીને 12 પહોંચી ગયો છે.  આ ઘટનાને પગલે દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યો ખાસ કરીને હરિયાણા અને ગુજરાતમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ફરીદાબાદ સહિત દિલ્હીમાં 1000થી વધુ પોલીસ જવાનો બ્લાસ્ટને લગતી માહિતી વિશે તથ્યો એકઠાં કરવા મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. માહિતી અનુસાર દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ મામલે જમ્મુ-કાશ્મીરમાં ડૉ. ઉમરના મિત્ર ડૉક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ કરી લેવામાં આવી છે.  તેની ધરપકડ પુલવામાથી કરવામાં આવી હતી. મોહમ્મદ ઉમર હજુ સુધી પોલીસને હાથ લાગ્યો નથી. એવું કહેવાય છે કે દિલ્હી બ્લાસ્ટમાં જે કાર વપરાઈ હતી તેમાં તે હાજર હતો અને તે મૃત્યુ પામી ગયો હોઈ શકે છે. 


જોકે આ હજુ તપાસનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઇકાલે હું રાતે દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. તમામ ઘટનાઓના લિંક જોડી રહ્યા હતા. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરાં પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.'

Reporter: admin

Related Post