હિરેનકુમાર જયંતીભાઇ પટેલ, ઉ.વ.૩૩ હોદ્દો-પોલીસ કોન્સ્ટેબલ, નોકરી-ખેડા-નડીયાદ એલ.સી.બી. શાખા ફરીયાદી તથા તેમનાં પરીવારનાં સભ્યો વિરુધ્ધ દેશીદારુનો ખોટો કેસ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા.
આરોપી હિરેનભાઈએ ઘમકી આપી આ કામનાં ફરીયાદી પાસે રૂ.૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી પણ ફરિયાદી આ માંગણી સ્વીકારી ન હતી અને તેઓએ આરોપી ને પૈસા આપવાની ના પાડી દીધી હતી. લાંચિયા કોન્સ્ટેબલ દ્વારા વારંવાર રૂપિયા માંગવાથી ફરીયાદીએ એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૨૫,૦૦૦/- સ્વીકારતા પકડાઇ ગયેલ.
Reporter: admin







