સુરસાગર સ્થતિ આવેલ હઠીલા હનુમાન દાદાના મંદિરે આજે શ્રવણ મહિનાના ચોથા શનિવારે હનુમાન દાદાને ફૂટનો અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું.

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડોદરા શહેર સુરસાગર સ્થતિ આવેલ હઠીલા હનુમાન દાદાના મંદિરે શ્રાવણ માસના મંગળ વારે અને શનિ વારે દાદાના દરબાર માં વિવિધ ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને દાદાને વિવિધ હિંડોળા કરવામાં આવ્યા હતા અને આજે શ્રાવણ માસના ચોથા શનિવારે શ્રી હઠીલા હનુમાન દાદાને ફૂટનો અન્નકુટ કરવામાં આવ્યો હતો અને છેલ્લા મંગળ વારે દાદા ને કાજુકતરી નો ભોગ ધરવામાં આવશે

તારીખે 23 ના રોજ અમાવસ નિમિત્તે વહેલી સવારે મંદિર ખાતે ભગવાન સત્યનારાયણનું પૂજા નું આયોજન કરાયું છે અને સાંજે 5 કલાકે સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે અને 6 કલાકે મહા પ્રસાદી વિતરણ કરવામાં આવશે મંદિરના મહારાજ દ્વારા તમામ શહેરીજનનોને દર્શન સાથે પ્રસાદી લેવા નિમંત્રણ આપ્યું છે.



Reporter: admin







