News Portal...

Breaking News :

દ.આફ્રિકાથી નારાજ ટ્રમ્પે G20 સમિટનો બહિષ્કાર કર્યો

2025-11-08 10:18:30
દ.આફ્રિકાથી નારાજ ટ્રમ્પે G20 સમિટનો બહિષ્કાર કર્યો


વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી કે, દક્ષિણ આફ્રિકામાં આ વર્ષે યોજાનારી જી20 શિખર સંમેલનમાં કોઈપણ અમેરિકન સરકારી અધિકારી ભાગ નહીં લે. તેમણે તેનું કારણ દક્ષિણ આફ્રિકન સરકાર દ્વારા શ્વેત ખેડૂતો (અફ્રીકાનર્સ) સાથે થતો કથિત દુર્વ્યવહાર જણાવ્યું.



ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાતી જી-20 શિખર સંમેલનમાં કોઈપણ અમેરિકન સરકારી અધિકારી ભાગ નહીં લે. કારણ કે, દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. જોકે, દક્ષિણ આફ્રિકન અધિકારીઓએ ટ્રમ્પના દાવાને નકારી દીધા છે. ટ્રમ્પે પહેલાં જાહેરાત કરી હતી કે, તે 22-23 નવેમ્બરે પ્રમુખ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓના નેતાઓની બેઠકમાં ભાગ નહીં લે અને તેની બદલે ઉપપ્રમુખ જેડી વેન્સની સામેલ થવાની આશા હતી. જોકે, વેન્સની યોજનાઓથી પરિચિત એક સૂત્રએ જણાવ્યું કે, વેન્સ હવે શિખર સંમેલન માટે દક્ષિણ આફ્રિકા નહીં જાય.



ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, આ સંપૂર્ણ રીતે અપમાનજનક છે કે, જી-20 દક્ષિણ આફ્રિકામાં આયોજિત કરવામાં આવશે. તેમણે દક્ષિણ આફ્રિકા પર શ્વેત આફ્રિકન લોકો સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો, જેમાં જમીન પર કબ્જો અને હિંસક હુમલા સામેલ છે.ટ્રમ્પ વહીવટી તંત્રએ દક્ષિણ આફ્રિકન સરકારની વારંવાર ટીકા કરી છે અને આરોપ લગાવ્યો કે, તે અલ્પસંખ્યક શ્વેત ખેડૂતો સામે ભેદભાવ અને હિંસાને પ્રોત્સાહન આપે છે. આ વર્ષની શરૂઆતમાં વહીવટી તંત્રએ જાહેરાત કરી હતી કે, તે પોતાના 7500 શરણાર્થીની વાર્ષિક સંખ્યામાં ભારે કાપ સાથે શ્વેત આફ્રિકનને પ્રાથમિકતા આપશે.

Reporter: admin

Related Post