વડોદરા : કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં પાલિકાના દબાણ શાખાની ગાડી પસાર થતી હતી તેણે ચાલતા જતા વૃદ્ધને આજે સવારે ટક્કર મારતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાંથી આજે સવારે દબાણ શાખાના કાયમી કર્મચારીઓને લઈને એક વાહન પસાર થતું હતું. દરમિયાન રોડ પરથી ચાલતા જતા એકઅજાણ્યા વૃદ્ધને વાહનની ટક્કર વાગવાથી ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતા. અને ૧૦૮ ની મદદથી વૃદ્ધને બેહોશ અવસ્થામાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
Reporter: admin