વડોદરા : જિલ્લામાં મારામારીના બે બનાવો નોંધાયા હતા. વડોદરા તાલુકાના વિદ્યાર્થીઓના વોટ્સ એપના સ્ટેટસ બાબતે ઝઘડામાં હુમલો કરનાર બે શખ્સ અને ડભોઈમાં અગાઉની અદાવતે ખેડૂત પર હુમલો કરનાર બે વ્યક્તિ સામે સામે ફરિયાદ નોંધાવાઈ છે.x
પ્રથમ બનાવની વિગત મુજબ વડોદરા તાલુકાના દોડકા ગામની પાણીની ટાંકી પાસે રહેતા ૧૯ વર્ષના રોનક બળદેવ રાઠોડ અને ગામના નીરજ દીપક પ્રજાપતિ આઈ.ટી.આઈમાં કોર્સ કરી રહ્યા છે.જેમાં રોનકે વોટ્સએપ પર સ્ટેટસમાં લખ્યું હતું કે હમસે બુરા કોઈ નહીં આ બાબતે ઝઘડો થયો હતો. બાદ ૩૧મી તારીખે સાંજે ત્રણ વાગ્યે તેઓ અને ચંદ્રસિંહ ગામના બ્રિજ નીચેથી જઈ રહ્યા હતા ત્યારે નીરજ અને તેના પિતા દીપક નટવર ત્યાં હાજર હતા. બંને રોનકને આંતરીને લાકડી અને ધારિયા વડે હુમલો કર્યો હતો જેમાં ચંદ્રસિંહ અને છોડાવવા પડનાર હર્ષદસિંહને ઇજા પહોંચી હોવાનું ભાદરવા પોલીસના તપાસ અધિકારી સંદીપ સોલંકીએ જણાવ્યું હતું
મળતી માહિતી અનુસાર ડભોઇ રાઠોડિયા વગામાં રહેતા ખેતી અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા ૨૭ વર્ષના પરવેઝ સિકંદર ગરાસિયાને અગાઉ જુમ્મા મસ્જિદ પાસે રહેતા હારુન યુસુફ ગલ્લાવાલા સાથે ઝઘડો થયો હતો. ર૯મી તારીખે બપોરે પરવેઝ પોતાના ઘરેથી ખેતર જવા માટે નીકળ્યા હતા. વિભાગ હાઈસ્કૂલના મેદાનમાંથી પસાર થતા હતા ત્યારે હારુન અને તેની સાથે કડિયાવાડમાં રહેતો સમીર ઉર્ફે બોબડી શબ્બીર બોડીવાલા દોડી આવ્યા હતા. પરવેઝ કાંઈ સમજે તે પહેલા બંનેએ ધોલ ધપાટ કરી હતી અને નાસી ગયા હોવાથી ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Reporter: admin