વડોદરા : શહેર વારસીયા પોલીસ સ્ટેશન વારસીયા પોલીસ સ્ટાફના માણસો ગણપતિ વિસર્જન અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, જીતેન્દ્ર ઉર્ફે બાન્ટો એક સફેદ કલરની આઇ-20 ફોરવ્હીલર રજી નં.GJ-27- BL- 9011 કારમાં દારૂનો જથ્થો ભરી ધોબી તળાવ તરફથી વારસીયા મંગુ ભજીયાની લારી તરફ આવનાર છે.
જેવી બાતમી હકીકત મળતા ઉપરોકત બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડના કવાટરીયા નંગ-૬૪૬ જેની કુલ રૂ.૭૫,૭૬૦ તથા એક આઈ-૨૦ કાર રજી.નંબર GJ-27- BL-9011 જેની રુ. ૨,૦૦,૦૦૦તથા એક સેમસંગ કંપની મોબાઈલ ફોન જેની કિ.રૂ.૨૦૦૦ મળી કુલ્લે કિં.રૂ.૨.૭૭.૭૬૦ ના મુદ્દામાલ સાથે જીતેન્દ્ર ઉર્ફે બાન્ટો સંપતસિહ ચૌહાણ ઉ.વ.૪૨ રહે, ૬૦ સ્વાદ કવાર્ટસ ગુરુદ્વારા ની પાછળ સ્વાદ વડોદરા શહેર નાને પકડી પાડી પ્રોહિબીશન એક્ટ કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
Reporter: admin