News Portal...

Breaking News :

બેંગકોકમાં આખેઆખો રોડ બેસી ગયો ને 50 મીટરનો ભુવો પડ્યો

2025-09-24 15:08:46
બેંગકોકમાં આખેઆખો રોડ બેસી ગયો ને 50 મીટરનો ભુવો પડ્યો


બેંગકોક: બેંગકોકમાં એક હોસ્પિટલ નજીક 50 મીટર ઊંડો એક વિશાળ ખાડો પડી ગયો હતો, જેના કારણે કાર અને વીજળીના થાંભલા નીચે પડી ગયા હતા, જેના કારણે અધિકારીઓએ આ વિસ્તારને સીલ કરી દીધો હતો. 



થાઈ રાજધાની બેંગકોકના સેમસેન રોડ વિસ્તારમાં બનેલી આ ઘટના નજીકના રેલવે સ્ટેશનના બાંધકામ સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે. સવારે લગભગ 7 વાગ્યે બનેલી આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં વજીરા હોસ્પિટલની સામે ખાડો પડતાં ટ્રાફિક જામ થતો જોવા મળે છે.રસ્તો અચાનક બેસી ગયો સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ ઘટના બુધવારે વહેલી સવારે બની હતી જ્યારે બેંગકોકની એક હોસ્પિટલની સામે 50 મીટર ઊંડો ખાડો પડી ગયો હતો, જેમાં કાર અને વીજળીના થાંભલા દટાઈ ગયા હતા. આ ઘટનાથી રહેવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. 


નજીકના અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનને આ અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જે ભયાનક દુર્ઘટનાની ઝલક આપે છે.થાઈ રાજધાનીના ઐતિહાસિક જૂના શહેરમાં સેમસેન રોડ પર વજીરા હોસ્પિટલની આસપાસ સવારે 7 વાગ્યે સ્થાનિક અધિકારીઓએ રસ્તાઓ બંધ કરી દીધા હતા, કારણ કે આ વિસ્તારમાં એક વિશાળ ખાડો પડી ગયો હતો અને પાઇપલાઇનમાં ભંગાણ પડવાથી

Reporter: admin

Related Post