News Portal...

Breaking News :

ખેતરમાં પાણી આપવાના પાઇપમાં આઠ ફૂટનો અજગર પકડવામાં આવ્યો

2025-08-08 11:17:22
ખેતરમાં પાણી આપવાના પાઇપમાં આઠ ફૂટનો અજગર પકડવામાં આવ્યો


વડોદરા : સવારના 11.00 વાગે  હેલ્પલાઇન નંબર ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા  નંબર 98250 11 11 7 ઉપર ફોન આવેલ કે પરેશભાઈ ચંદુભાઈ પટેલનું એક ખેતર છે.  


જે સમયાલા થી બીલ રોડ તરફ રસ્તામાં છે. ત્યાં  ખેતરમાં પાણી આપવાના પાઇપ માં એક સાપ મોટો ઘૂસી ગયેલ છે. તેથી  સંસ્થાના સ્વયંસેવક સંજયભાઈ તેલંગ અને પ્રજ્ઞેશભાઈ સોલંકી સ્થળ પર મોકલતા  એક સાપ અંદર છે પણ દેખાતો નથી. લગભગ અડધા થી પોણો કલાક મહેનત બાદ તેમાંથી લગભગ સાડા આઠ ફૂટનો તંદુરસ્ત અજગર પકડવામાં આવેલ છે. તેથી તુરંત જ વડોદરા શહેરના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સાથે જાણ કરી આ અજગર અમે વડોદરા શહેરના રેસ્ક્યુ સેન્ટરમાં સહી સલામત સોપી આપેલ છે.

Reporter: admin

Related Post