વડોદરા મહાનગરપાલિકામાં માનવતાનો ઉત્તમ દાખલો વડોદરા શહેરના જાગૃત યુવક મિહિર ગજ્જરે દેખાડ્યો હતો અને રસ્તા પરથી મળેલ વડોદરા મ્યુનિસિપલ કમિશનર નામના ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ પાલિકા ખાતે જમા કરાવી પોતાની ફરજ અદા કરી હતી.

મિહિર ગજ્જર અટલાદરા પાસેથી જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની સાઈટ પરથી પડેલ 10 જેટલા એક લાખ રૂપિયા ઉપરાંતના ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ પડેલા જોવા મળ્યા હતા જેથી તાત્કાલિક કોઈ આનો ખોટી રીતે ઉપયોગ ન કરે તે હેતુસર તાત્કાલિક પાલિકાની ઓફિસ નો સંપર્ક કરી એકાઉન્ટ વિભાગમાં આ ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યા હતા.

આ વિશે પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે જાગૃત નાગરિક દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને એકાઉન્ટ પે છે ત્યારે આની તપાસ કરી યોગ્ય વ્યક્તિ સુધી આ અને ડિમાન્ડ પહોંચાડવા માટે અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે.તો બીજી તરફ જાગૃત નાગરિક મિહિર ગજરે જણાવ્યું હતું કે આ વસ્તુનો દુરુપયોગ પણ થઈ શકે તેમ હતો પરંતુ મહેનતનું કમાયેલું બચતુ નથી તો આ પ્રકારના ખોટા રૂપિયાથી શું મળવાનું હતું જેથી મેં પાલિકાનો સંપર્ક કરી અને આ ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યા છે.


Reporter: admin