વડોદરા : વાઘોડિયા ગોરજ ખાતે આવેલ કૈલાશ કેન્સર હોસ્પિટલમાં કેન્સર પીડીત દર્દીઓ માટે હોસ્પિટલ પાસે બ્લડની અછત હોવાથી અને વિવેક ઠાકોર ના માર્ગદર્શન હેઠળ ગાયત્રી ભુવન પરિવાર વિદ્યાલયની સામે મહાવીર હોલ પાસે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજિત 700 થી 800 યુનિટ થવાની સંભાવના છે.ગરીબ કેન્સર દર્દીઓ માટે ખૂબ જ સારી પહેલ કરવામાં આવી છે.વિવેક ઠાકોર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા ગરીબ કેન્સર દર્દીઓ માટે લોકોએ આગળ આવવું જોઈએ.



Reporter: admin