અમદાવાદ : ગાંધીનગરના લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલના બ્રીજ નજીક નેશનલ હાઇવે પર શનિવારે સાતમી ડિસેમ્બર મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં બે યુવાનના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ નજીક મોડી રાત્રે પૂરપાટ દોડતી કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે બે યુવાનના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારના પતરા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.
Reporter: admin