દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આજે નવેમ્બરે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2 દિવસમાં આ ચક્રવાત શ્રીલંકાના કિનારે થઈને તમિલનાડુ તરફ આગળ વધી શકે છે. આ ચક્રવાતી તોફાનને ફેંગલ નામ આપવામાં આવ્યું છે અને દેશના દક્ષિણી રાજ્યોમાં તેને લઈને ઘણી ચિંતા છે.હવામાનની આગાહી અનુસાર ચક્રવાત ફેંગલ ચેન્નાઈથી 770 કિમી દક્ષિણ- દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. તમિલનાડુના દરિયાકાંઠેથી પસાર થતાં, તે આગામી બે દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ તરફ શ્રીલંકાના કિનારે જશે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુમાં મંગળવારથી વરસાદ શરૂ થઈ ગયો છે.
આવી સ્થિતિમાં ચેન્નાઈ, ચેંગલપેટ, કાંચીપુરમ અને તિરુવલ્લુરમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક કરી ચૂક્યા છે. તેમણે NDRF અને SDRF સાથે બેઠક યોજી હતી. તેમણે રાહત શિબિર અને મેડિકલ ટીમની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે, જે લોકો આ સમયે દરિયામાં છે. તેમને તાત્કાલિક નજીકના બંદર પર પાછા ફરવા પણ કહેવામાં આવ્યું છે. રાજ્ય દ્વારા હેલ્પિંગ સેન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા છે, જે 24 કલાક ખુલ્લા રહેશે.
Reporter: admin