વડોદરાના જીએસએફસી કંપનીના મેન ગેટ ખાતે થયો ગમખ્વાર અકસ્માત, રાજપીપળાના ટ્રાફિક પી.એસ.આઇ ની નો થયો અકસ્માત જીએસટી કમિશનર ની ગાડી સાથે

વડોદરાના જીએસએફસી રોડ પર થયો ગમખ્વાર અકસ્માત સદ્નસીબે કોઈ પણ પ્રકારની જાન આવી નહીં. નોંધણીયા બાબત છે કે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજવતા પીએસઆઇ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા તે દરમિયાન જીએસટી કમિશનરને ગાડીને અડફેટે લેતા સર્જાયો હતો અકસ્માત સમગ્ર મામલે પોલીસ કંટ્રોલમાં નોંધાવવામાં આવતા ની સાથે જ પોલીસની ગાડી ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. બંને પક્ષને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા. રાજપીપળામાં ટ્રાફિકમાં પોલીસ પીએસઆઇ તરીકે ફરજ બજવતા વાય એચ પઢીયાર ની ગાડી એ સર્જાયો હતો અકસ્માત સામેની ગાડીમાં સવાર હતા અમદાવાદના એડિટર જીએસટી કમિશનર ડી વી ત્રિવેદી તે અગાઉ પૂરપાટ ઝડપે આવતી ગાડીએ જવાહર નગરની એક બાળકીને પણ અડફેટમાં લીધી હતી જેને સારવાર અર્થે પોલીસના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં સારવાર વખતે લઈ જવામાં આવી હતી.
.

નોંધણીયા બાબત છે કે જે સમય અકસ્માત સર્જાયો હતો ત્યારે રાજપીપળા ના ટ્રાફિકના પી.એસ.આઇ નશાની હાલતમાં ધૂત હોય તેવા દ્રશ્યો જાહેર જનતાએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા, તેઓના ગાડીમાં દારૂ જેવું દ્રવ્ય પણ જોવા મળ્યું છે તેવા પણ વિડિયો લોકોએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા. હવે જોવાનું રહેવું કેટલી વહેલી તકે તેઓની મેડિકલ તપાસ થાય છે અને આ મામલેનો ફુલાસો થાય છે કે તેઓ રજા હોવા છતાં પણ બોટાદ જઈ રહેતા ત્યારે નશાની હાલતમાં હતા કે નહીં તે જોવાનું રહ્યું.
સમગ્ર મામલાની આગળની કાર્યવાહી છાણી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે




Reporter: