આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાનો પ્રચાર કર્યાં બાદ વડોદરા આવ્યા હતા. જ્યાં તેઓએ કહ્યું હતું કે, સુરતમાં ચૂંટણી વગર ભાજપ જીતી ગયો છે. સુરત તો ઝાંખી છે, આખો દેશ બાકી છે. હવે લોકોમાં ડર છે કે, દેશમાં સંવિધાન અને ચૂંટણી ખતમ થઇ જશે. ભાજપના નેતાઓ જ કહે છે કે સંવિધાનનું બંધારણ બદલવું હોય તો 400 પાર આપો
વધુમાં સંજયસિંહે જણાવ્યું હતું કે, હું ચૈતર વસાવાના પ્રચાર માટે ભરૂચ ગયો હતો. ત્યાંના માહોલને જોઈને હું દાવા સાથે કહું છું કે, ભરૂચ બેઠક આમ આદમી પાર્ટી જ જીતશે. ચૈતર વસાવા અને તેમની પત્નીને જેલમાં મોકલવાનું કામ ભાજપે કર્યું, જેનાથી આદીવાસી સમાજના લોકોમાં ખૂબ ગુસ્સો છે. આદિવાસી સમાજના લોકો પોતાને અપમાનિત થયા હોવાનું માની રહ્યા છે. એમને એવું લાગે છે કે, એમના સમાજના એક છોકરાને એમને આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બનાવ્યો હતો, કદાચ ભાજપ સરકાર સજા આપી રહી છે. તાનાશાહીનું આ ચલણ જે દેશમાં ચાલી રહ્યું છે, એ ખૂબ જ ખતરનાક છે
Reporter: News Plus