કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને એલેમ્બિક સી.એસ.આર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્પેશ્યલાઈઝ અડોપ્શન એજન્સીની મુલાકાત લીધી હતી અને બાળકોની દેખભાળ, કાળજી અંગે તેમજ કામગીરી અંગે નિરક્ષણ કરવામાં આવ્યું કર્યું હતું.
કલેક્ટર દ્વારા જુવએનાઇલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ તથા એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ મુજબ દત્તક ઇચ્છુક દંપતી રવિ મજમુદાર અને પલક મજમુદાર, રહેવાસી અમદાવાદને સ્પેશ્યલાઈઝ અડોપ્શન એજન્સી વડોદરાના ૧૧ માસના એક બાળકને દત્તકમાં આપી દત્તકનો હુકમ આપવામાં આવ્યો હતો. જેમા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત ભાઈ વસાવા, ચીફ ઓફિસર મહેશ ભાઈ રાઠોડ તેમજ એલેમ્બિક સી.એસ. આર ફાઉન્ડેશન હેડ સંજય ભાઈ ભટ્ટાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin







