News Portal...

Breaking News :

જૂના બીલોની રકમ અલગથી બીલ આપીને વસૂલ કરાશે

2024-05-25 14:40:01
જૂના બીલોની રકમ અલગથી બીલ આપીને વસૂલ કરાશે


ગુજરાતમાં વીજળીના સ્માર્ટ મીટર નાંખવા સામે રાજ્ય ભરમાં જબ્બર વિરોધ થઇ રહ્યો છે.



સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયામાં ગેરસમજ ઉભી થતાં વિરોધ વધી રહ્યો છે  જેથી ગ્રાહકોના જૂના પેન્ડીંગ બીલોની રકમ હવે પછી સ્માર્ટ મીટરના રિચાર્જમાં ભરવાની રહેશે નહીં. તેવો નિર્ણય ઉર્જા ખાતાએ લીધો છે.જુના પેન્ડિંગ બિલ માટે અલગ વ્યવસ્થા વિચારવામાં આવી છે. ઉર્જા વિભાગની કંપનીઓ જૂના મીટરની બાકી રકમ હવે ઉમેરશે નહીં.ઉર્જા વિકાસ નિગમના એમડી જયપ્રકાશ શિવહરેએ કહ્યું હતું કે, રાજ્યમાં સ્માર્ટ મીટરનો જે વિરોધ થઈ રહ્યો છે તે માત્ર ગેરસમજ છે. સરકારી કચેરીઓ, ઉર્જા વિભાગની કોલોનીઓમાં પણ નવા મીટર નાંખ્યા છે.પરંતુ તેમાં બીલમાં કોઈ ફરક આવતો નથી. કેટલાક ગ્રાહકોએ જે વિરોધ કર્યો છે તેમાંથી મોટાભાગના કેસોમાં પાછલી બાકી રકમનો થઈ રહેલો ઉમેરો જવાબદાર છે. 


તેમણે કહ્યું હતું કે હવે અગાઉના પેન્ડીંગ બીલની રકમનો ઉમેરો થશે નહીં. સ્માર્ટ મીટરમાં દરરોજની વપરાશની સાથે પેન્ડીંગ બીલોની રોજેરોજની ભરવાની થતી રકમ કપાતી હતી, જેના કારણે વિવાદ અને વિરોધ શરૂ થયો છે પરંતુ હવે વીજ કંપનીઓ પાછલી રકમ તેમાં ઉમેરશે નહીં. જૂના બીલોની રકમ અલગથી બીલ આપીને વસૂલ કરાશે.ઘણાં કેસોમાં જૂના પેન્ડીંગ બીલોમાં 180 હપ્તા કરી આપવામાં આવેલા છે. અત્યાર સુધી રોજેરોજની ગણતરીમાં રિચાર્જ કરતી વખતે આ રકમનો દૈનિક ધોરણે ઉમેરો થતો હતો. જો કે આમ છતાં જે ગ્રાહકોના બીલમાં વધારે રકમ ભરવાની આવશે તો તેમની ફરિયાદનો વ્યક્તિગત ધોરણે ઉકેલ કરી અપાશે

Reporter: News Plus

Related Post