News Portal...

Breaking News :

અમિત શાહના રોડ શો મા માનવ મહેરમણ ઉમટી પડ્યું

2024-04-27 20:16:06
અમિત શાહના રોડ શો મા માનવ મહેરમણ ઉમટી પડ્યું

વડોદરા શહેર મા અમિત શાહ નો આજે રોડ શો યોજાયો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા આવી પહોંચ્યા હતા, વેદોક્ત મંત્રોચ્ચાર સાથે રોડ શો શરૂ થયો છે. વિહાર ચાર રસ્તા પ્રતાપનાગરથી રોડ શો શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રોડ શોમાં જોડાયા છે.  દરમિયાન અમિત શાહે હાથમાં લાઈટ વાળું કમળ બતાવી અભિવાદન ઝિલ્યું હતું. રોડ શોનો માર્ગ જય શ્રી રામ, ભારત માતા કી જયના નાદથી ગૂંજી ઉઠ્યો હતો, મેયર પિકીબેન સોની અને ધારાસભ્ય મનિષાબેન વકીલ પગપાળા રોડ શોમાં જોડાયા છે.ભાજપા ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો ઉમટી પડ્યા છે. રોડ શો રૂટ પર કેસરિયા માહોલ છવાયો છે. જય શ્રી રામના નાદથી રોડ શોના પ્રારંભ સ્થળનો વિસ્તાર ગૂંજી ઉઠ્યો છે. દરમિયાન રોડ શો કાર્યક્રમ સ્થળે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા.રોડ શો માર્ગ ઉપર 90 ફૂટ લાબું વેલકમ અમિત શાહના બેનરે આકર્ષણ જમાવ્યું હતું. અમિત શાહ બરાબર સાત વાગ્યે વડોદરા આવી પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્યમઁત્રી તેમજ રાજ્યના ગૃહમઁત્રી હર્ષ સંઘવી પણ હાજર જોવા મળ્યા હતા. લોકો એ જયશ્રીરામ અને ભારત માતાકી જય ના ગગન ભેંદી નારા લગાવ્યા હતા. રસ્તા મા ઠેર ઠેર અમિત શાહ નું સ્વાગત કરવામાં આવ્યું હતું લોકો એ અમિત શાહ પર પુષ્પ વર્ષા પણ કરી હતી તેમજ દેશ ભક્તિ ના ગીતો એ ભારે રંગત જમાવી હતી. જેમ જેમ રોડ શો માંડવી તરફ આવતો ગયો તેમ તેમ અમિત શાહ ને જોવા અને તેનું અભિવાદન જીલવા મોટુ માનવ મહેરમણ ઉમટી હતું. ત્યાર બાદ આગળ વઘતા ન્યાયમંદિર પાસે અમિત શાહ નું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું ધીમે ધીમે તેમનો રોડ શો ખડેરાવ માર્કેટ આવી પહોંચતા કાર્યકરો અને નેતાઓ અમિત શાહ ને મળવા ઘકામુકી કરતા જોવા મળ્યા હતા. આખરે રોડ શો પૂરો થતા અમિત શાહ ગાંધીનગર જવા રવાના થયા હતા.  

અમિત શાહે જણાવ્યું હતું કે વડોદરામા કમળ નું બટન દબાવશો એટલે તેનો કરંટ દિલ્હી સુધી પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ 27 એપ્રિલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે. તેઓ દિવસ દરમિયાન 3 સભા કરી હતી ત્યાર બાદ તેઓ વડોદરા આવ્યા હતા આજે યોજાયેલ તેમની સભામાં સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધી હતી. મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધી હતી. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કર્યો હતો. આજે યોજાયેલ 3 કિમીના રૂટનો રોડ શો દોઢ કલાકમાં પૂર્ણ કર્યો હતો.ભાજપ ઉમેદવાર ડો. હેમાંગ જોશીના સમર્થનમાં ગૃહમંત્રી રોડ શો કર્યો હતો.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રોડ શોમાં સાથે જોડાયા હતા. તેમજ મુખ્યમઁત્રી પણ જોડાયા હતા.370ની કલમ અને 2036ના ઓલિમ્પિકની થીમ પર કેસરિયા રોડ શો થયો હતો.

રોડ શોમાં SRP સહિત 800થી વધુ પોલીસ બંદોબસ્તમાં તૈનાત. 20થી વધુ ફ્લોટ રોડ શોમાં જોડાયા હતા. ભાજપ ઉમેદવાર ડો. હેમાંગ જોશીના સમર્થનમાં ગૃહમંત્રી રોડ શો કર્યો હતો.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રોડ શોમાં સાથે જોડાશે.  કોઈ પણ ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે અને કોઈ નાગરિકને મુશ્કેલીઓ ન પડે તે હેતુથી રોડ શો રૂટમાં આવતા 25 રસ્તાઓને ડાયવર્ટ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી આ અંગેનું શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું વિહાર ચાર રસ્તાથી શરૂ થયેલ રોડ શો નાની શાકમાર્કેટ, ચોખંડી, માંડવી, લહેરીપુર દરવાજા, ભગતસિંહ ચોક, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પૂર્ણ થયો હતો  અને કોઈ નાગરિકને મુશ્કેલીઓ ન પડે તે હેતુથી રોડ શો રૂટમાં આવતા 25 રસ્તાઓને ડાયવર્ટ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી વિહાર ચાર રસ્તાથી શરૂ થઇ, નાની શાકમાર્કેટ, ચોખંડી ચાર રસ્તા, ગેંડીગેટ દરવાજા, માંડવીથી ડાબી બાજુ વળી એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજાથી સીધા લાલકોર્ટથી ડાબી બાજુ વળી વીરભગતસિંહ ચોક સર્કલથી જમણી બાજુ વળી, રાજમહેલ રોડ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા આવી આ રોડ શો પૂર્ણ થયો હતો.

Reporter: News Plus

Related Post