વડોદરા કોર્પોરેશનમાં વર્ષ ૨૦૨૫-૨૬નું ડ્રાષ્ટ બજેટ રજૂ કરવાની સાથે અલગ અલગ લાગતોમાં પણ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેમાં વોર્ડ સેનેટરી વિભાગમાં પરવાના ફી અંતર્ગત ખોઠાણા લાગત કાચી ચરીના ૧મી. પ્રતિ ચોરસ મીટર રૂ.૨૦૦૦ હતી તેના ૨૫૦૦ કરાયા છે. પાકી ચરીના એક મી.ના રૂ. ૪૦૦૦ રહેણાંક માટે હતા તે ૫૦૦૦ કરાયા છે.

ખાળ કુવા સફાઈ હદમાં રહેણાંકના ૩૦૦૦થી વધારી રૂ. ૪૦૦૦ કરવામાં આવ્યા છે. એવી જ રીતે ખોદાણ અને મજૂરી ઘરગથ્થુ કનેક્શન માટે ૧/૨ના કનેકશનના રૂ.૮૦૦થી વધારી રૂ.૧૦૦૦, ૩/૪ના રૂ. ૧૨૦૦થી વધારી ₹૧૫૦૦, એકના કનેકશનના રૂ.૧૭૦૦થી વધારી રૂ. ૨૦૦૦ અને ર"ના કનેક્શનના રૂ.૩૫૦૦થી વધારી રૂ.૫૦૦૦ કરવામાં આવ્યા છે. જમીન મિલક્ત શાખાના હોલ્ડિંગ્સ અંતર્ગત ખાનગી જગ્યામાં માત્ર સ્ટ્રક્ચર ઊભું હશે તો વાર્ષિક પ્રતિ ચોરસ મીટર રૂપિયા ૨૦૦૦ વસૂલવામાં આવશે. બાંધકામ પરવાનગી શાખાની વિવિધ નકલ ફીના રૂ. ૩૦૦થી વધારી રૂ.૪૦૦, બાંધકામ પાણી ફી રૂ. ૧૦૦૦થી વધારી રૂ.૧૨૦૦, આર્કિટેક્ચર / સ્ટ્રકચરલ એન્જિનિયર લાઇસન્સ ફી ₹૧૦,૦૦૦થી વધારી રૂ.૧૨૦૦૦,એપ્રિલ માસમાં ન ભરે તો ઠંડ ₹૩૦૦થી વધારે રૂ.૪૦૦, સાઈટ એન્જિનિયર કલાર્ક ઓફ વર્ક લાઇસન્સ ફીના રૂ.૮૦૦૦થી વધારી રૂ.૧૦૦૦૦ અને ડેવલોપર લાઇસન્સ રજીસ્ટ્રેશન ફી રૂ.૨૫૦૦૦થી વધારી રૂ.૩૦,૦૦૦ કરવાનું સૂચવાયું છે.ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મુકવાની અનામત રહેણાંકમાં ૩૫ યુનિટ તથા તેથી વધુ ચોરસ મીટર બાંધકામ માટે પ્રતિ ચોરસ મીટર રૂપિયા ૫૦૦ વસુલાતા હતા તેના બદલે ૩૪ યુનિટ તથા વધુ પર રૂપિયા બે લાખ વસૂલાશે. કોમર્શિયલ બાંધકામ માટે ૧,૫૦૦ ચોરસ મીટરથી વધુ પર પ્રતિ ચોરસ મીટર રૂપિયા ૭૦૦ વસૂલાતા હતા તેના બદલે દસ યુનિટ તથા તેથી વધુ પર રૂપિયા ૩.૫૦ લાખ લેવાશે. રજા ચિઠ્ઠી રીન્યુઅલ ચાર્જ રહેણાંક માટે રૂપિયા ૩૫૦૦થી વધારી ₹૪,૦૦૦ જ્યારે કોમર્શિયલ માટે રૂપિયા ૨૫,૦૦૦થી વધારી રૂ. ૨૭૫૦૦ કરવાનું સૂચવાયું છે. રજા ચિઠ્ઠીની તારીખથી એક વર્ષ બાદ મેળવવામાં આવે તો રહેણાકમાં પ્રતિ માસ રૂપિયા ૩૦૦ની જગ્યાએ ૪૦૦ અને કોમર્શિયલમાં પ્રતિ માસ ૨૫ની જગ્યાએ રૂ.૩૦૦૦ વસૂલવામાં આવશે. કમ્પ્લીસન સર્ટિફિકેટ રહેણાંક માટે રૂપિયા ૫૦૦ હતા તેની જગ્યાએ રૂપિયા ૭૦૦ અને કોમર્શિયલ માટે રૂપિયા ૫૦૦ની જગ્યા ૮૦૦૦ લેવાની માંગ કરાઈ છે. કોમર્શિયલમાં ટાવર દીઠ રૂપિયા ૧૦૦૦૦ હતા તે રૂપિયા ૧૨ હજાર લેવાની ઠરખાસ્ત છે.આ ઉપરાંત પાલિકાએ વિવિધ ટાઉન હોલના ભાડા તથા તેના અન્ય ખર્ચની લાગત વધારી છે. સર સયાજીરાવ નગર ગૃહ અને પંડિત કિન દયાળ ઉપાધ્યાય નગર ગૃહનું રિહર્સલ માટેનું ભાડું માટે ચાલુ દિવસોમાં રૂપિયા ૩૦૦૦ હતું તે હવે રૂપિયા ૩૫૦૦ થઈ શકે છે.

ઓવર ટાઈમના રૂપિયા ૨૦૦૦ અડધા કલાક દીઠની જગ્યાએ રૂપિયા ૨૫૦૦ અને ફોયર ચાજીર્સ રૂ. ૨૦૦૦ની જગ્યાએ અઢી હજાર લેવારો! પાલિકાના બજેટમાં અગ્નિસમન અને તાત્કાલિક સેવાઓની લાગતોમાં પણ વધારો કરવાના સૂચન કરાયા છે. પંપ વગરની ટેન્કરનો ચાર્જ રહેઠાણ માટે ₹3૦૦થી વધારી રૂ.૪૦૦ તથા પમ્પવાળી ટેન્કરનો ચાર્જ ₹૪૦૦થી વધારી ₹૬૦૦ કરવાની દરખાસ્ત છે. તેજ વિભાગના બાંધકામ ગાર્ડનિંગ વગેરે માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ચાર્જ રૂપિયા ૫૦થી વધારી રૂપિયા ૧૦૦ કરવાનું સૂચન કરાયું છે. તેવી જ રીતે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં સેમ્પલ તપાસવા માટે ખાદ્યચીજ દીઠ રૂ.૫૫૦ની જગ્યાએ રૂ.500 લાગત થઈ શકે છે. ખાદ્ય અને પાણીના નમૂનાઓને એચપીએલસી, જીસી તથા અધ્યતન સાધનો વડે તપાસવાની કી છે. તો બીજી તરફ લોહીના નમુના તપાસવા તથા વિવિધ ટેસ્ટના સરકારના પરિપત્ર મુજબ લેવાતો ઠર સંપૂર્ણ રદ કરવાની દરખાસ્ત છે.હવેથી વોર્ડ ઓફિસ અથવા પાલિકા હસ્તકના ગાર્ડનમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ હરો તો તેનો દૈનિક ચાર્જ રૂપિયા ૫૦૦૦થી વધારી રૂપિયા ૬૪૦૦, બિન ગુજરાતી શૂટિંગ હરો તો રૂપિયા ૧૦,૦૦૦થી વધારી રૂપિયા ૧૫૦૦૦, ડોક્યુમેન્ટરી ફિલ્મ શૂટિંગ હરો તો રૂપિયા 3000થી વધારી રૂપિયા 4000 જ્યારે પ્રીવેડિંગ, સિમંધવિધિ, મોડેલિંગ, બર્થ ડે તથા અન્ય પ્રસંગોના શૂટિંગ માટે દૈનિક રૂ.૨૦૦૦ની જગ્યાએ ૨.૨૫૦૦ લેવાઈ રશકે છે. પાલિકાએ વિવિધ અતિથિ ગૃહોના ભાડામાં પણ તોતિંગ વધારો વિચાર્યો છે. નિઝામપુરા અતિથિ ગૃહનું ૨૪ કલાકનું ભાડું રૂપિયા ૧૨,૦૦૦ની જગ્યાએ રૂપિયા ૨૭,૦૦૦ અને ડિપોઝીટ ₹૨૦,000ની જગ્યાએ રૂપિયા ૩૫૦૦૦ જ્યારે ઈન્દ્રપુરી અતિથીગૃહનું ભાડું રૂપિયા ૧૦,૦૦૦ની જગ્યાએ રૂ.૨૦૦૦૦ કરવાની વિચારણા છે. રસ્તા પર ખોદકામથી થતા નુકસાનમાં થતી વસુલાત અંતર્ગત રહેણાંકમાં દર ચોરસ મીટરના રૂપિયા ૩૫૦૦ની જગ્યાએ રૂ.૫.૦૦૦, બિન રહેણાંકમાં રૂપિયા ૫,૦૦૦ની જગ્યાએ રૂપિયા ૭૫૦૦, કાચો રસ્તો હોય તો કર ચોરસ મીટરના રૂપિયા ૨૦૦૦ની જગ્યાએ રૂપિયા ૨૫૦૦ અને ફૂટપાથ, પેવિંગમાં તોડફોડ થાય તો ફર ચોરસ મીટરના રૂ.૫૦૦૦ની જગ્યાએ રૂ. ૭૫૦૦ વસૂલવાની વિચારણા છે. વગર પરવાનગીએ રોડ ખોદવામાં આવે તો સંબંધિત લાગતી પાંચ ઘણી પેનલ્ટી વસૂલવાની વિચારણા છે.

Reporter: