રાજકોટ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જોખમી અને ફાયર એનઓસી વિનાની ઈમારતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કેટલીક પ્રિ સ્કૂલો સામે પણ સીલીંગની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આજે ઓલ વડોદરા પ્રિ સ્કૂલ એસોસિએશનના ના લોકો દ્વારા પાલિકામાં મેયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
પ્લે કાર્ડ સાથે તમામ લોકો પાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે માંગણી કરી હતી કે જે કાર્યવાહી કરવામાં આવી છે તેની સામે તેઓને કોઈ જ વાંધો નથી પરંતુ હવે સ્કૂલો ચાલુ થાય છે અને સ્કૂલોમાં ઘણા સ્ટાફની આજીવિકા નિર્ભર છે ત્યારે અમારી માંગણી એટલી જ છે કે સ્કૂલોના સીલ ખોલી અને અમને થોડો સમય આપવામાં આવે જેથી અમે તમામ જે નીતિ નિયમ પ્રમાણેના સાધનો અને ડોક્યુમેન્ટ છે
તે જમા કરાવી શકે જેથી બાળકોનું ભણતર પણ ન બગડે અને તમામ સ્ટાફ નું ભરણપોષણ પણ થઈ શકે.
Reporter: News Plus