વડોદરા મહાનગરપાલિકા દ્વારા રહેણાંક અને કોમર્શિયલ વેરો વસુલ કરવા માટે કડક કાર્યવાહી શુ કરાઇ છે.
ખાસ કરીને બાકી વેરાની વસુલાત માટે મિલકતને સિલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બાકી મિલકત વેરામાં પ્રોત્સાહક વ્યાજ વળતર યોજનાનો જાહેર જનતાને લાભ મળે તે માટે રજાના દિવસોમાં પણ તમામ વોર્ડ કચેરીઓ ખુલ્લી રાખવાનો પાલિકા દ્વારા નિર્ણય કરાયો છે. પાલિકા દ્વારા 20-01-2025થી 31-03-2025 સુધી રહેણાંક મિલકતો અને બિન રહેણાંક મિલકતો માટે 80 ટકા પાછલા વર્ષના બાકી વ્યાજ પર રીબેટ તથા વોરંટ ફી, નોટિસ ફી અને પેનલ્ટીમાં 100 ટકા રાહત આપવાની યોજના હાલ અમલમાં મુકાઇ છે. 2024-25ના વર્ષનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા આજીવન વાહન કર ભરવાનો બાકી હોય તેવા કરદાતાઓ ચાલુ વર્ષે બાકી વેરાની રકમ ભરી શકે અને વધુમાં વધુ લોકો વ્યાજવળતર યોજનાનો લાભ મેળવી શકે તે માટે ફેબ્રુઆરીમાં 8 તારીખે બીજા શનિવાર, 22 તારીખે ચોથો શનિવાર, 2 તારીખ 9 તારીખ , 16 તારીખ અને 23 તારીખના રવિવારે પણ તથા જાહેર રજાના દિવસો 26 તારીખ તથા માર્ચમાં 8 તારીખ બીજો શનિવાર, 22 તારીખે ચોથો શનિવાર તથા 2 તારીખ, 9 તારીખ 16 તારીખ તથા 23 તારીખ અને 30 તારીખે આવતા રવિવારના દિવસોમાં તથા જાહેર રજાના દિવસો 11 તારીખ, 31 તારીખે સવારે 9-30થી બપોરે 2 વાગ્યા સુધી તમામ 19 વોર્ડ કચેરીઓનો રેવન્યુ વિભાગ ચાલુ રહેશે.
ઉપરાંત બાકી મિલકતવેરો પાલિકાની વેબસાઇટ પર પણ ઓનલાઇન ભરી શકાશે. મિલકતોનું ક્રોસ ચેકિંગ કરીને આવક વધારવાનો પાલિકાનો નુસખો બીજી તરફ પાલિકા દ્વારા જનરલ ટેક્સની આવકના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે મિલકતોની આકારણી માટે ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવ્યું છે અને ક્રોસ ચેકિંગના કારણે 19 વોર્ડમાંથી 21 લાખની આવક વધી ગઇ છે. પાલિકા દ્વારા જે ક્રોસ ચેકીંગ કરાય છે તેમાં રહેણાંક મિલકતનો ધંધાદારી તરીકે ઉપયોગ થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે છે. ક્રોસ ચેકિંગ માટે પાલિકાએ ખાસ ઝુંબેશ યોજી હતી તેમાં 40 કર્મચારીઓની 20 ટીમ બનાવામ આવી હતી. સુત્રોએ કહ્યું કે દક્ષિણ ઝોનમાં રિવીઝન આકારણી હાલ કરાઇ રહી છે જેની કામગિરી 2 મહિના સુઘી ચાલશે, કોર્પોરેશન દર ચાર વર્ષે એક ઝોનમાં રિવિઝન આકારણી કરે છે. રિવિઝન આકારણીમાં જો બાંધકામમાં ફેરફાર થયા હોય તો તેના આધારે મિલકત વેરા નું બિલ આપવામાં આવે છે. દક્ષિણ ઝોનમાં રિવિઝન આકારણીથી આશરે 10 કરોડની આવક વધે તેવી શક્યતા છે .હજુ તાજેતરમાં જ ઉત્તર ઝોનમાં રિવિઝન આકારણીનું કામ પૂર્ણ થયું છે. દક્ષિણ ઝોન બાદ પૂર્વ ઝોનની કામગીરી હાથ પર લેવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં જનરલ ટેક્સની આવકનો લક્ષ્યાંક 724 કરોડનો છે, જેમાંથી અત્યાર સુધીમાં 493 કરોડની આવક થઈ ચૂકી છે. બાકી વેરાની વસુલાત માટે હાલમાં વોરંટ અને નોટિસ આપવાની તેમજ સીલ મારવાની કામગીરી ચાલુ છે. મિલકતો સીલ મારવાની કામગીરી 31 માર્ચ સુધી ચાલુ રહેશે. વર્ષ 2025 -26 માં આવકનો લક્ષ્યાંક વધારીને શિક્ષણ ઉપકર સહિત 807.85 કરોડનો કર્યો છે. રોજ 200 મિલકતો સિલ સુત્રોએ કહ્યું કે રોજ પાલિકા દ્વારા તમામ વોર્ડ કચેરી વિસ્તારમાં બાકી મિલકતવેરો વસુલવા માટે કડક કાર્યવાહી કરાઇ રહી છે જેમાં સિલ મારવાની પ્રક્રિયા પણ કરવામાં આવે છે. રોજ અંદાજે 200 જેટલી મિલકતોને સિલ કરવામાં આવી રહી છે.
Reporter: admin