વડોદરા : મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ થયેલ 9 કામોને ચર્ચાના અંતે તમામ કામોને મજૂરી આપવામાં આવી હતી.

ડો.શીતલ મિસ્ત્રી ની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં કમિશનર તરફથી 8 કામો ની દરખાસ્ત મુકવામાં આવી હતી.જેમાં રોડ પ્રોજેક્ટ શાખાનું વધારાનું એક કામ ચઢાવવામાં આવ્યું હતું. અને આ તમામ કામોને સભ્યોની સાથે ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે.

આજની આ બેઠકમાં ઓડિટ વિભાગ, મિકેનિકલ ખાતું, સયાજીબાગ ઝુ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, પાર્ક એન્ડ ગાર્ડન શાખા,આઈ ટી શાખા જેવા મહત્વના વિભાગોના કામો ને મંજૂરી મળી છે. સમગ્ર માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી.



Reporter: admin







