News Portal...

Breaking News :

સ્થાયી સમિતિમાં તમામ 14 કામોને મંજૂરી

2025-12-13 11:44:48
સ્થાયી સમિતિમાં તમામ 14 કામોને મંજૂરી


વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામો ની દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં ચર્ચાના તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. 



આજની આ બેઠકમાં હિસાબી શાખા,સેન્ટ્રલ સ્ટોર,પાણી પુરવઠા વિતરણ શાખા, બ્રિજ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા અને સામાન્ય વહીવટ વિભાગના કામોની દરખાસ્ત કમિશનર તરફથી મુકવામાં આવી હતી. જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. કામો બાબતની તમામ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીએ આપી હતી.

Reporter: admin

Related Post