મુંબઈ : 90ના દાયકાની વાત છે, જ્યારે ક્રિકેટર સલિલ અંકોલાને જીવનમાં એક મોટો ઝટકો મળ્યો. તે સમયે તે પૈસા માટે ક્રિકેટરથી એક્ટર બન્યો હતો. જ્યારે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો તો અનેક ટીવી શોમાં કામ કર્યું. જેમાં 'કહેતા હૈ દિલ', 'કોરા કાગઝ' અને 'વિક્રાલ ઔર ગબરાલ' જેવા શોનો સમાવેશ થાય છે. પડદાં પર ભલે સલિલ ડેશિંગ અને હેન્ડસમ દેખાતો હોય પરંતુ, પડદાની પાછળ તેની સ્થિતિ કંઇ ખાસ નહોતી. તે દારૂની લતમાં ફસાઇ ગયો હતો. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યુમાં જીવનના આ તબક્કા વિશે ખુલીને વાત કરી છે. જ્યારે, તેણે ક્રિકેટ રમવાનું છોડીને દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું.
એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા સલિલે જણાવ્યું કે, 'મેં દારૂ પીવાનું શરૂ કર્યું તો એ વિચારીને નહતું કર્યું કે હું ફક્ત આટલું જ પીશ. વર્ષો સુધી પીતો રહ્યો અને ધીમે-ધીમે ઘણું વધી ગયું. 1999-2011ની વચ્ચે મેં જરાય ક્રિકેટ ન જોયું. કારણ કે, જોઇને કદાચ મારા ઘા ઉપસી જાત. જો હું 24 કલાક જાગતો હોવ, તો હું 24 કલાક દારૂ પીતો. તે એક રીત કદાચ મેં શોધી લીધી હતી કોઈ વસ્તુમાંથી બહાર નીકળવાની અથવા તેનાથી બચવાની. મારા પરિવાર અને મિત્રોએ મારી મદદ કરી. તમામે મને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ, આ ખુદ પર જ હોય છે. કદાચ હું તે સમયે રોકાવા નહતો ઇચ્છતો. અમુક વર્ષોમાં ઘણાં રિહેબ્સમાં ગયો, દારૂ છોડવાનો પ્રયાસ કર્યો પરંતુ છોડી ન શક્યો. બાદમાં એક દિવસ રિહેબમાં મેં વર્ષ 2011માં વર્લ્ડ કપ જોયો. એક દાયકામાં પહેલીવાર હતું, જ્યારે હું ક્રિકેટ જોઈ રહ્યો હતો.'
દારૂની લત વિશે વાત કરતા સલિલે કહ્યું કે, 'લોકોનું કહેવું છે કે, દારૂ પીવું એક આદત છે, અમુક લોકો તેને મજા માટે પીવે છે. પરંતુ, આ આદત નથી હોતી, આ બીમારી હોય છે. ભગવાન કદાચ મારી સાથે રહ્યા, નહીંતર આજે હું તમારી સામે ન હોત. હું વર્ષ 2014માં આ દુનિયાને અલવિદા કરી હોત.
Reporter: admin







