આગામી ૩૦ મી એપ્રીલને બુધવારના રોજ રોહિણી પરમ નક્ષત્રમાં અક્ષય તૃતીયા આજના દિવસે કરેલું કાર્ય અક્ષય થાય છે અક્ષય એટલે જેનો ક્ષય નથી તે એટલે જે કાર્ય અખંડ છે તે જે કદાપી ભંગ થતું નથી અને માટે જ અક્ષય તૃતીયા નું વિશેષ મહત્વ છે આજનો દિવસ લક્ષ્મીનારાયણની પરમ કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર છે આજના દિવસે રોહિણી નક્ષત્ર અને બુધવારનો અદભુત સંયોગ છે આજના દિવસે કરેલો વ્રત જપ તપ અને દાન એ અક્ષય પુણ્ય પ્રદાન કરનારું છે
ખાસ કરી ને આજ ના દિવસે શ્રીયંત્ર ની પૂજા કરવી શ્રીયંત્ર ની પૂજા વિદ્વાન ભૂદેવો જોડે કરાવવી શ્રી યંત્ર માં સમસ્ત બ્રહ્માંડ ની શક્તિ છે
વિશેષ કરી વિદ્વાન બ્રાહ્મણો જોડે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવવા જોઈએ નારાયણને વિષ્ણુ સહસ્ત્ર બોલી સહસ્ત્ર તુલસીદન અર્પણ કરવા જોઈએ સાથે શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ લક્ષ્મીનારાયણ પર કમલ પુષ્પ ચઢાવવા અથવા વિષ્ણુ્યાગ એ શુભ ફળદાયક છેઆજના દિવસે ખાસ કરીને તીર્થ સ્નાન વ્રત અને પિતૃ તર્પણ કરવું અક્ષય ફળ આપનાર રહે છે વિશેષ કરી જે જાતકોને શનિની પનોતી ચાલતી હોય અથવા રાહુ પીડા દાયક હોય તે દરેક જાતકોએ આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવો લાભકારી રહે વિશેષ કરીને રોગોમાંથી રાહત પ્રાપ્ત કરવા માટે આજના દિવસે નારાયણનું પૂજન અર્ચન કરી સફેદ કમળ પુષ્પ નારાયણને અર્પણ કરી ધુપદિપ અર્પણ કરી તુલસીની માળાથી અચ્યુતાય નમઃ અનંતાય નમઃ ગોવિંદાય નમઃ આ મંત્રની બાર માળા કરવાથી રોગોમાંથી રાહત મળે અને સ્વસ્થ આરોગ્યતા પ્રદાન થાય છે,આજના દિવસે ખાસ કરીને લક્ષ્મીનારાયણને ખીર નું નૈવેદ્ય અર્પણ કરવું લાલ ગાયને રોટલી ખવડાવવી શુભ કારક છે અક્ષય તૃતીયાએ અક્ષય પુણ્યપ્રદાન કરનાર દિવસ છે અને આજના દિવસે કરેલું શુભ કાર્ય અક્ષય હોય છે
જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી
Reporter: admin







