વડોદરામાં ગૌરી વ્રત નિમિત્તે શનિદેવ ફાઉન્ડેશન અને રવિભાઈ અગ્રવાલ દ્વારા ગોત્રી નીલાંબર સર્કલ પાસે આવેલ બંસલ મલ્ટીપ્લેક્ષમાં 800થી વધુ કુંવારિકા દીકરીઓને ફિલ્મ બતાવવામાં આવી હતી,
ફિલ્મ જોવા માટે દીકરીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કુંવારિકા દીકરીઓને ગૌરી વ્રત દરમિયાન મનોરંજન મળી રહે તેં માટે ફિલ્મ બતાવવામાં આવી. મોટીવેશનલ ફિલ્મ જોઈને દીકરીઓ ખુશખુશાલ થઈ હતી. ગોત્રી, વાસણા, ભાયલી વિસ્તારની કુંવારિકા દીકરીઓએ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ દરમિયાન દીકરીઓને ફરાળી વાનગી આપવામાં આવી હતી.
કુંવારિકા દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે વડોદરાના યુવા સાંસદ ડો હેમાંગભાઈ જોશી, મેયર પિન્કીબેન સોની અને સ્થાયી સમિતી ચેરમેન ડૉ શીતલભાઈ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીકરીઓને મળીને શુભકામના આપી હતી. શનિદેવ ફાઉન્ડેશનના 40 મહિલા કાર્યકરો અને 25 પુરુષ કાર્યકરોએ મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ગત વર્ષે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓને કેળાની વેફર અને લંચ બોક્સ આપવામાં આવ્યા હતા.
Reporter: admin