મેનેજીંગ ડાયરેક્ટર રાજેશભાઈ ચુનીલાલ જૈન આજવા ફન વર્લ્ડ તથા એસ આર જે પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડનાઓ એ પોતાના કાર્યાલય માંથી જ કંપની લગતનાં અસલ દસ્તાવેજો પોતાનાં જ કાર્યાલયમાંથી ગુમ થયાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે,જે શંકા પ્રેરે છે.
હાલમાં જ્યારે ગુજરાતના તમામ જીલ્લાઓમાં-તમામ શહેરોમાં ચાલતા ગેમ ઝોન ફન વર્લ્ડ નું જ્યારે ચેકિંગ ચાલતું હોય દસ્તાવેજો,પરવાનગીઓ,નકશા,NOCની ખરાઈની કાર્યવાહી ચાલતી હોય ત્યારે જ અચાનક અસલ દસ્તાવેજો ગુમ થયાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે તે અચરજ પમાડે તેવી વાત છે. રાજકોટની ઘટના બાદ સમગ્ર શહેરમાં અને સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ ચકાસણી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ કરવામાં આવી રહ્યો છે તેવામાં આજવા ફન વર્લ્ડ ના માલિકે દસ્તાવેજો ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવતા અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે
Reporter: News Plus