સામી ચૂંટણીએ મહાનગરપાલિકા અને નગર પાલિકાઓને સ્વચ્છ-નિર્મળ બતાવી, ગમે તે કેટેગરીમાં ઈનામ આપી લોકોને પહેરાવ્યા કાળા ચશ્મા.
ઇનામ લેવા મ્યુનિસિપલ કમિશનર ગયા હતા. મેયર અગમ્ય કારણોસર કાર્યક્રમમાં દેખાયા ના હતા !!

વડોદરા કોર્પોરેશનને મળ્યો નિર્મળ ગુજરાત એવોર્ડ અને 1 કરોડનો ચેક
વડોદરા કોર્પોરેશનને આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ગુજરાતની મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓના આગામી સ્વચ્છતા સર્વેક્ષણ 2025માં ચિંતન શિબિરમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત સારુ પરિણામ મેળવનારી મહાનગરપાલિકાઓને સન્માનિત કરાઇ હતી. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા યોજાયેલ નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહમાં સુરત અને અમદાવાદ શહેરને,સેવન સ્ટાર પ્રથમ નંબર એવોર્ડ તથા 1.50 કરોડનો ચેક એનાયત કરાયો હતો જ્યારે વડોદરા અને રાજકોટ શહેરને થ્રી સ્ટાર, 10 લાખથી વધુ વસતી ધરાવતી મહાનગરપાલિકાની કેટેગરીમાં મુખ્યમંત્રીના હસ્તે દ્વિતીય નંબર એવોર્ડ અને 1 કરોડનો ચેક એનાયત કરાયો હતો. ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બર 2025થી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડીયાનું આયોજન કરાયું છે ઉલ્લેખનિય છે કે સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત 10 લાખથી વધુ વસતી ધરાવતી મહાનગરપાલિકાની કેટેગરીમાં વડોદરા શહેરને 18મો રેન્ક મળ્યો હતો
વડોદરાને સ્વચ્છ સર્વેક્ષણ 2024માં દ્વિતીય ક્રમાંકનો નિર્મળ ગુજરાત એવોર્ડ
વડોદરા મહાનગરપાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ નિર્મળ ગુજરાત એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. 10 લાખથી વધુ વસ્તીવાળી કેટેગરીમાં વડોદરાએ દ્વિતીય સ્થાન મેળવી મુખ્યમંત્રીના વરદહસ્તે એક કરોડ રૂપિયાનો ચેક એનાયત થયો. મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા-2025” ઝુંબેશને લોકઆંદોલનમાં ફેરવવા પ્રયાસ થઇ રહ્યો છે. નાગરિકોને સફાઈને સ્વભાવ બનાવવા અપીલ કરાઈ છે.
– ડો. શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિ ચેરમેન
Reporter: admin







