અગ્રવાલ સેવા સમાજ, વડોદરા દ્વારા 22 થી 31 ડિસેમ્બર સુધી શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરાયું છે. 22 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગે અગ્રવાલ સમાજ ભવન થી કથા સ્થળ સુધી કળશ અને શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં 551 કળશ સાથે મહિલાઓ જોડાશે. તેમજ સર્વ સમાજના 1500 થી 2000 લોકો જોડાશે. શોભાયાત્રામાં રાજસ્થાનની વિવિધ ઝાંખીઓ પણ રહેશે. બાદમાં બપોરે 2 થી 6 સુધી 30 ડીસેમ્બર સુધી રોજ રામકથાનું આયોજન કરાયું છે. જેમાં ઈન્દોરના સુપ્રસિદ્ધ બાલકૃષ્ણ શાસ્ત્રી મહારાજના મધુર કંઠે ભક્તો રામકથા સાંભળશે. જેમાં હજારો ભક્તો ભાગ લેશે.

કથાના પહેલા દિવસે ગણેશ પૂજન, રામ કથાનું મહત્વ, રામ વંદના,
બીજા દિવસે શિવ પાર્વતી વિવાહ
ત્રીજા દિવસે રામ જન્મોત્સવ કથા
ચોથા દિવસે બાળ ચરિત્ર તેમજ અહિલ્યા ઉદ્ધાર કથા
પાંચમા દિવસે રામ જાનકી વિવાહ ઉત્સવ કથા
છઠ્ઠા દિવસે વન ગમન તેમજ કેવટ અનુરાગ પ્રસંગ
સાતમા દિવસે ભરત ચરિત્ર તેમજ શબરી કથા
આઠમા દિવસે અતુલ પુરોહિતના સ્વકંઠે સુંદરકાંડનો પ્રસંગ
નવમા દિવસે રામ રાજ્ય અભિષેકનું આયોજન કરાયું છે

દશમા દિવસે 31 ડિસેમ્બરે હવન અને પૂર્ણાહુતિનો કાર્યક્રમ રાખ્યો છે. જેમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે. રામકથાની સાથો સાથ 24 અને 25 ડિસેમ્બરના રોજ સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ અને 31 ડિસેમ્બરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે.રામકથામાં આવનાર તમામ ભક્તોને અંગદાન અંગે જાગૃત કરવામાં પણ આવશે. રામકથામાં અગ્રવાલ સમાજ ઉપરાંત સમગ્ર વડોદરા શહેરના તમામ સમાજના લોકો અને ભક્તોને કથાનો લાભ લેવા માટે આયોજકો તરફથી આમંત્રણ પાઠવવામાં પણ આવે છે.
Reporter: admin