છોટાઉદેપુર જિલ્લાની અગ્રગણ્ય એવી શૈક્ષણિક સંસ્થા શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ, બોડેલી નાં પ્રાથમિક વિભાગમાં કે.જી. થી ધોરણ ચાર સુધીના બાળકો શિક્ષણ સાથે મનોરંજન પણ માણી શકે તેવા હેતુથી શાળામાં લસરપટ્ટી, હીંચકા જેવા રમત -ગમતના સાધનો શાળાના પરીસરમાં મૂકવામાં આવ્યા છે જે વિભાગ ને આજે દાતાશ્રી પ્રદીપભાઈ ચોક્સી ના હસ્તે શ્રીફળ વધેરી રીબીન કાપી બાળકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો
ત્યારે શેઠ એચ.એચ.શિરોલાવાલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટનાં ઉત્સાહી પ્રમુખ રાજુભાઈ શાહ એકતા વાળા, મંત્રી ભાવેશભાઈ શિરોલાવાલા, ઉપપ્રમુખ સુનિલભાઈ શાહ દુર્ગા કોટન વાળા, સહમંત્રી કાર્તિકભાઈ શાહ, ટ્રસ્ટીઓ કમલેશભાઈ ગાંધી,પરેશભાઈ ભાવસાર તથા શાળાના આચાર્ય મહેશભાઈ ગજ્જર તથા જયંતભાઈ પટેલ, સુપરવાઇઝર પરેશભાઈ પટેલ સહિત કેજી તથા પ્રાથમિક વિભાગના શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ શાળાના સ્ટાફ મિત્રોએ આ રમતગમતના સાધનો પર ઝૂલા ઝૂલીને તેનો આનંદ માણ્યો હતો.
Reporter: News Plus