વડોદરા મહાનગરપાલિકાની મુજબ વડોદરા શહેરમાં ૨૪ જુલાઈના રોજ વરસાદને કારણે સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યા અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરાઈ જવાથી નાગરિકોને બચાવ અને રાહત કામગીરી માટે મહાનગ૨પાલિકાની વિવિધ ટીમો કામગીરી કરી રહી છે.
છેલ્લા ૨૪ કલાકમાં વરસાદે વિરામ લીધાબાદ આજવા સરોવરની સપાટી ઘટી છે. જેને લઈ યોગ્ય રીતે પાણીનો નિકાલ થઈ રહ્યો છે. હાલ દશામાં તળાવ અને ગોરવા તળાવમાં પાણીના લેવલમાં ઘટાડો થયેલ છે. અને રૂપારેલ કાંસનુ લેવલમાં ઘટાડો થયેલ છે. અને પાણીનો નિકાલ ઝડપથી થઈ રહેલ છે. પૂર્વ ઝોનમાં ફતેપુરા, હિરા શકિત મોઠલ્લો, રામાપિર મોહલ્લો, રાજીવનગર, એકતા નગર, અને કુભારવાડા વિસ્તારના લોકોને વિરભગતસિહ રકુલ, ઇન્દુલાલા સ્કુલ,પશ્ચિમ ઝોનમાં દક્ષામાં તળાવ,બીલ તળાવ, રણજીત નગર, અકોટાગામ,કલાલીગામ, મુજમોહડાના નાગરિકોને બિન પ્રાથમિક શાળા, સિ.કે પ્રજાપતી સ્કુલ,ઉતર ઝોનમાં પેન્શનપુરા, નવિનગરી,જલારામનગર વસાહતદક્ષિણ ઝોનમાં હનુમાન ટેકરી, વડસર સહીતના વિસ્તારમાંથી ૪૨૦૦ થી વધુ નાગરીકોને સ્થળાંતરીત ક૨વામાં આવ્યા હતા.વડોદરા શહેરમાં કાલાઘોડા, જેતલપુર પંપીગ સ્ટેશન, ગાજરાવાડી, સરદાર એસ્ટેટ, માંજલપુર, લક્ષ્મીપુરા,ન્યુ ઠરણી, આયોધ્યાનગર ખાતે આવેલ સુએઝ પંપીગ સ્ટેશનો, ભાયલી, રાજીવનગર, કપુરાઇ, ગાજરાવાડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાવર સપ્લાયમાં ખામી સર્જાતા ડી.જી. સેટ ગોઠવી પંપીગ સ્ટેશનો કાર્યરત કરાયા છે.વિહારકુંજ સોસાયટીઅને કાશી વિશ્વનાથ મંદિર પાસે હંગામી ઘોરણના પંપીગ સ્ટેશન ડી.જી. સેટથી કાર્યરત કરાયા છે.
મહાનગર અને ડભોઈ રોડ પાસે આવેલ કાંસ ઉપરના પંપીગ સેટને ચાલુ ક૨વામાં આવ્યા છે.ઉપરાંત વિવિધ પંપીગ સેટને RCC ફાઉન્ડેશન ઉપર શિફ્ટ કરવામાં આવેલ છે. સમા- છાણી માર્ગની સફાઇ, નિઝામપુરા પાસે પાસે રોડ પર પડેલ ભુવાનું બેરિકેટિંગકરી બંધ ક૨વામાં આવેલ છે. જુની ઉર્મિ બ્રિજ વિશ્વામિત્રી નદીમાં JCB મશીન વડે નદીનું વહેણ યથાવત ક૨વામાં આવ્યું હતું.ગાજરાવાડીમાં મકાન પડતા કાટમાળ હટાવવાની કામગીરી વરસાદ બંધ થતા વિવિધ માર્ગો પર વેટમિક્ષ વડે ખાડા પૂરવામાં આવ્યા હતા.વિવિધ વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના ધારે તરાપા મૂકવામાં આવ્યા હતા. પેન્શનપુરા વિસ્તારમાં ડિવોટરીંગ પંપીગની કામગીરી શરૂ કરાઈ. મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારાગોરવા તળાવ, વાસણા તળાવ, સેવાચી તળાવ, તાંદલજા તળાવ, વડસર તળાવ, કાશીવિશ્વનાથતળાવ તથા વિશ્વામિત્રી નદીના કિનારા ઉપર આવેલ નિચાણવાળા વિસ્તારોમાં વધારાની લાઈટીંગની કામગીરી ક૨વામાં આવી. MGVCL સાથે સંકલનમાં રહીને સ્ટ્રીટલાઈટની સેવાઓ સતત ચાલુ રહે તે માટે પડી ગયેલા પોલ ઉભા કરવા, વીજતાર તથા સ્વીચીંગ બોક્સનું સમારકામ, તથા અન્ય કામગીરી ક૨વામાં આવેલ છે. ગુરુવાર સવારથી સાંજ સુધીમાં ૬૦૦૦ નંગ જેટલા ફૂડ પેકેટનું આશ્યકેન્દ્રમાં તેમજ ૨૦૦૦ નંગ ફૂડ પેકેટ અન્ય સ્થળો પર તેમજ ૨૦૦૦ નંગ ફૂડ પેકેટ અસરગ્રસ્ત વિસ્તારમાં મળી કુલ ૧૦૦૦૦ નંગ કૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Reporter: admin