દિલ્હી : નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાતમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાયા છે. જેમાં એક નિર્ણય અમેરિકાથી ઇમ્પોર્ટ કરાતી બોર્બોન વ્હિસકી માટે પણ કરાયો છે.
ભારતે બોર્બોન વ્હિસ્કી પર લાગનારા ટેરિફને 150 ટકાથી ઘટાડીને 100 ટકા કરી દેવાઈ છે.ભારતના આ નિર્ણયથી વધુ એક અમેરિકાના કેટલાક મોટા બોર્બોન વ્હિસકીના બ્રાન્ડને ફાયદો મળશે. ત્યારે ભારતે મોંઘા દારૂ પીવાના શોખીન લોકો માટે પણ આ એક ખુશખબરી માનવામાં આવી શકે છે. હવે દારૂના શોખીનોને બોર્બોન વ્હિસ્કી પહેલાથી જ ઓછા ભાવમાં મળી શકશે.ન્યૂઝ રિપોર્ટના અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન વસ્તુઓ પર અને ખાસ કરીને દારૂને લઈને ભારત તરફથી લગાવાતા વધુ ટેરિફને લઈને ટીકા કરી હતી. આ નિર્ણય બાદ અમેરિકાની કેટલીક વ્હિસ્કી બ્રાન્ડને ભારતથી ભાયદો મળવાની સંભાવના વધી ગઈ છે.કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાતના અનુસાર, બોર્બોન વ્હિસકી પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી હવે 50 ટકા રહેશે અને વધારાના 50 ટકા લેવી સાથે કુલ 100 ટકા રહેશે.
અગાઉ, બોર્બોન વ્હિસ્કીની આયાત પર 150 ટકાનો ભારે ટેક્સ હતો.ભારત સરકાર તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ ઘટાડો ફક્ત બોર્બોન વ્હિસ્કી પર જ લાગુ પડે છે. અન્ય દારૂ ઉત્પાદનો પરના ટેરિફમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમના પર લાદવામાં આવેલ 150 ટકા ટેરિફ પહેલા જેવો જ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે, આ ટેરિફ ઘટાડવો અમેરિકન વસ્તુઓ પર ભારતની ઈમ્પોર્ટ ડ્યુટીમાં નોંધપાત્ર ફેરફારનું ઉદાહરણ છે.ભારતમાં 35 અબજ ડોલરનો દારૂ બિઝનેસ છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક વેપારીઓ ઊંચી ઇમ્પોર્ટ ડ્યૂટીને કારણે ચિંતિત હતા. ભારતમાં 35 અબજ ડોલરનો દારૂ બિઝનેસ છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક વેપારીઓ ઊંચી ઇમ્પોર્ટ ડ્યૂટીને કારણે ચિંતિત હતા. ઘણી મોટી કંપનીઓ ભારત દ્વારા લાદવામાં આવેલી ભારે ઇમ્પોર્ટ ડ્યૂટીને વિકાસ અને વેપારમાં અવરોધ માની રહી હતી.
( નોંધ :- દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. NEWS+ દારૂ સેવનનું અનુમોદના કરતુ નથી.)
Reporter:







