News Portal...

Breaking News :

જૂતા ચોરવાની વિધિમાં સાળીની ટીમે વરરાજાના જૂતા ચોરી લીધા બાદ કન્યા પક્ષના લોકોએ જાનૈયાઓને રુમમાં પૂરી દીધા

2025-04-14 12:39:20
જૂતા ચોરવાની વિધિમાં સાળીની ટીમે વરરાજાના જૂતા ચોરી લીધા બાદ કન્યા પક્ષના લોકોએ જાનૈયાઓને રુમમાં પૂરી દીધા


દેહરાદુન : ચકરોતાથી મોહમ્મદ સાબિરની જાન બિજનોરના ગઢમલપુર પહોચી હતી. નાચ ગાન જાનનું સ્વાગત બધુ બરાબર ચાલ્યુ હતું. 


જૂતા ચોરવાની વિધિમાં સાળીની ટીમે વરરાજાના જૂતા ચોરી લીધા બાદ પરત આપવા 50000 માંગ્યા હતાં. વરરાજા અને તેના મિત્રો 5000માં મામલો નિપટાવવા અડગ રહેતાં માંડવિયામાંથી કોઇએ વર પક્ષને ભીખારી જેવા છે તેવું કહેતાં મામલો વણસ્યો હતો.વરરાજાના પક્ષના લોકોએ દીકરીને બદલે પૈસા જોઇએ છે તેવું કહેતાં વાત મારપીટ સુધી પહોચી ગઇ હતી. કન્યા પક્ષના લોકોએ જાનૈયાઓને રુમમાં પૂરી દીધા હતાં.કોઇએ વીડિયો બનાવીને સમગ્ર હકિકત વાઇરલ કરતાં હોબાળો મચી ગયો હતો. વરરાજા નારાજ થઇ ગયા અને દુલ્હનને સાથે લઇ જવાનો ઇન્કાર કરી દીધો હતો. 


કન્યા પક્ષ વાળાએ ગુંડાઓ એકત્રીત કર્યા હતાં તેઓએ વરરાજાના પિતાજી, દાદાજી, ભાઇ તેમજ જીજાજીની ધોલાઇ કરી હતી. કોઇ શાણાએ પોલીસને ફોન કરતાં પોલીસની ટીમ સમારોહના સ્થળે પહોચીને જાનૈયાઓને છોડાવ્યાં હતાં આ મામલો એટલો ગરમ થયો હતો કે જાનૈયા અને માંડવા પક્ષના લોકો પોલીસ સ્ટેશન પહોચ્યાં હતાં. પોલીસ સ્ટેશનના ઓફિસરે બન્ને પક્ષકારોની વાત સાંભળીને બન્ને પક્ષને શાંત પાડયા હતાં. તેઓએ  વાતનું વતેસરની હઠ લઇને બેઠેલા વચેટીયાઓને સામાજીક જવાબદારી અને વર- કન્યાના ભવિષ્યની દુહાઇ આપીને સમાધાન કરાવતા જાનૈયાઓ કન્યાને લઇને વિદાય થયા હતાં.

Reporter: admin

Related Post