News Portal...

Breaking News :

નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ દારૂની બોટલ સાથે તેમજ હુક્કો ફૂંકવાનો વીડિયો વાઈરલ થયો, ધોરાજી નગર

2025-03-20 11:08:16
નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ દારૂની બોટલ સાથે તેમજ હુક્કો ફૂંકવાનો વીડિયો વાઈરલ થયો, ધોરાજી નગર


અમદાવાદ : ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે ફક્ત 13 જ દિવસમાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. 


રાજીનામામાં અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે. સંગીતા બારોટ પ્રમુખ બન્યા ત્યારથી જ વિવાદમાં હતાં. આ સિવાય તેમનો એક દારૂપાર્ટીનો વીડિયો પણ વાઈરલ થયો હતો. મળતી માહિતી મુજબ, પ્રદેશ સંગઠનના આદેશ બાદ તેમણે રાજીનામું આપ્યુું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સોનલ બારોટે જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું આપી દીધું છે. નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો તેમજ હુક્કો ફૂંકવાનો વીડિયો વાઈરલ થયો હતો. આ


 સિવાય મીડિયા સાથેની વાતચીતમાં તેમને રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તે વિશે પણ ખબર નહતી. સતત વિવાદમાં આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશ બાદ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં પદ છોડવા માટે અંગત પારિવારિક કારણ જવાબદાર હોવાનું જણાવાયું છે.ધોરાજી નગરપાલિકાના સોનલ બારોટ નવા પ્રમુખ બન્યા હતાં. બાદમાં તેમની જીભ લપસી હતી અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધી દીધા હતાં. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. જોકે, જેવી જ જીભ લપસી કે આસપાસના લોકો દ્વારા સોનલ બારોટની ભૂલ સુધારી દીધઈ હતી.

Reporter: admin

Related Post