વડોદરા : શહેરમા ગતરોજ મોડી રાત્રે પડેલ વરસાદને લઇ મનપાની પોલ ખુલી ગઈ હતી.ગતરોજ પડેલ વરસાદના પાણી હજુ ઉતર્યા નથી.
આજે વહેલી સવારે શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલી વરસાદી કાંસનો સ્લેબ ધડાકાભેર તૂટી પડતા વરસાદી કાંસ બેસી ગઈ હતી. ધડાકાભેર વરસાદી કાંસનો સ્લેબ તૂટી પડતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને લોકો ગભરાઈ ગયા હતા.આ અંગે પમળેલ માહિતી અનુસાર વડોદરા શહેરના ખોડિયાર નગર ન્યુ VIP રોડ પર આવેલ શિવ બંગ્લોઝ પાસેથી પસાર થતી વરસાદી કાંસનો સ્લેબ આજે વહેલી સવારે ધડાકા ભેર તૂટી પડતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.જોકે, ગત રાતે મોડી રાતે પડેલ વરસાદ બાદ વરસાદી કાંસનો સ્લેબ તૂટી પડતા મનપાની કામગીરી પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. પ્રિમોન્સૂનના નામે કોઈ કામ થતા નથી. ઠેર ઠેર ભુવા પડે છે અને રોડ પર પાણી ભરાયા છે.
વરસાદી કાંસ બેસી જતા વરસાદી પાણી બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને નાગરિકો માટે જોખમ ઉભું થયું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આજે સવારે 6 વાગે 20 વર્ષ પહેલા બનાવેલ વરસાદી કાંસનો અચાનક એક મોટા ધડાકા સાથે પડી ગઈ હતી. જો તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કામ અને સફાઈ કરવામાં નહીં આવે તો આજુબાજુના મકાનો પણ બેસી જાય તેવી શક્યતાઓ છે.આગામી દિવસોમાં હજુ વરસાદ પડવાની આગાહી છે. જો મનપા તંત્ર ન જાગે તો 200 મકાનોમાં ભારે નુકસાન થશે અને ભોંય તળિયાના મકાનો છે, તેમાં 5થી 10 ફૂટ પાણી ભરાઈ જવાની સંભાવના છે. જેથી તંત્રને અમારી વિનતી છે કે, યુદ્ધના ધોરણે અહીંયા સફાઈ અને સમારકામની કામગીરી કરવામાં આવે.
Reporter: admin