નિત્ય ક્રમ મહીસાગર નદીમાં જતા ડેસર તાલુકાના વરસડાની એક કવોરી મા વર્ષોથી પ્લાન્ટ ઉપર ફરજ બજાવતા કીર્તન ભાઈ સોમાભાઈ ગરાસીયા ઉ વર્ષ ૫૦, મહીસાગર નદીના પથ્થર ઉપર ફસાયા હતા મહીસાગર નદીમાં એકાએક પાણીનો વહેણ વધી જતા તેઓ બહાર નીકળી શક્યા ન હતા
તેમના દીકરાને વાતની જાણ થતા તંત્ર નો સંપર્ક સાધ્યો હતો .તા ૨૬ ઓગસ્ટે બપોરે 12:00 વાગે મહીસાગર નદી કિનારે ડેસર મામલતદાર ડી એ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી તેજસ પટેલ, ડેસર પોલીસ મથકના પીએસઆઇ ભરવાડ સહિત સ્ટાફ હાજર થઈ રેસ્ક્યુ ઓપરેશન બાબતે ચર્ચા કરી નિર્ણય લીધો હતો અને હોળી ની વ્યવસ્થા કરાવી હતી પરંતુ નદીમાં પાણીનો વહેણ વધુ હોવાથી પાણીમાં હોળી નાખી શકાય તેવી કોઈ પોઝિશન દેખાતી ન હતી હારી થાકીને બપોરે એન ડી આર એફ ની ટીમ નો સંપર્ક કરાયો હતો પરંતુ માર્ગ ઉપર ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ધરાશાઇ થયા હોવાના કારણે એન ડી આર એફ ની સમગ્ર ટીમ રાત્રે સાત વાગે નદી કિનારે આવી પહોંચી હતી પાણીના વહેણ જોતા તાત્કાલિક ધોરણે તેઓએ હાથ ઊંચા કરી દીધા હતા પરંતુ તંત્ર ગણની સમજાવટ બાદ તેઓએ તૈયારી બતાવી હતી બે કલાકની જહેમત બાદ તેઓ પણ રેસ્ક્યુમાં નિષ્ફળ નિવડયા હતા રાત્રી દરમિયાન નદી કિનારે રોકાયા બાદ બીજા દિવસે સવારે જતા રહ્યા હતા
ડેસર મામલતદારે ઉપરોક્ત બાબતે વડોદરા કલેકટરનો સંપર્ક સાધ્યો હતો તેઓએ જામનગર ખાતેથી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી હતી પરંતુ ખરાબ હવામાનના કારણે જામનગરથી હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું ન હતું ત્યારબાદ જોધપુર સંપર્ક કરાયો હતો જોધપુર થી હેલિકોપ્ટર ડેસર તાલુકાના વરસડા મહીસાગર નદી કિનારે આવવા માટે ઉડાન ભરી હતી પરંતુ આબુથી ખરાબ હવામાનના કારણે પરત ફર્યું હતું જેના કારણે રેસ્ક્યુમાં વિલંબ થયો હતો સમગ્ર રેસ્કયુ દરમિયાન વરસાદ વરસવાનો ચાલુ હતો પથ્થર ઉપર ફસાયેલા આધેડને જીવન જીવવાની એટલી આશા છે કે દર બે કલાકે પથ્થર ઉપર આવીને નદી કિનારે ટોળે વળેલા તાલુકા વાસીઓને દેખા દેતો હતો તંત્ર ગણે હિંમત હાર્યા વગર કોશિશ ચાલુ રાખી હતી અને વારંવાર વડોદરા કલેકટરનો સંપર્ક કરીને નાસિકથી હેલિકોપ્ટર મંગાવીને બપોરે 03:15 વાગે પથ્થર ઉપર રેસ્ક્યુ કરી હેલિકોપ્ટર મારફતે કીર્તન ભાઈ ગરાસીયાને બચાવી લેવાયા હતા હેલિકોપ્ટરમાં જ તેઓને વડોદરાની હોસ્પિટલે પહોંચતો કર્યો હતો
Reporter: admin