વડોદરા : રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ વડોદરાની મુલાકાતે આવ્યા છે.

સરકારના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ વડોદરામાં રીવ્યુ બેઠક કરશે .અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ બેઠક પહેલા કલેક્ટર કચેરીમાં વૃક્ષારોપણ કરાયું હતું.વડોદરા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ વિભાગને લગતા કાર્યોની સઘન ચર્ચા કરશે .કલેક્ટર કચેરીમાં બેઠક દરમિયાન સરકારની વિવિધ મહેસુલી યોજનાઓ અંગેના રીવ્યુ લેશે. વડોદરા જિલ્લાની મહેસુલી વહીવટની સ્થિતિને સમજવા માટે યોજાઈ બેઠક છે.

મુખ્ય અધિક સચિવ મહેસુલી પ્રશાસન સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા અંગે સૂચન કરશે .કલેક્ટર કચેરીમાં મહેસૂલ વિભાગના બરતરફ કરાયેલા મામલતદારો અંગે નિવેદન આપ્યું છે .રીવ્યુ બેઠકમાં આ બાબતે કરવામાં તપાસ આવશે તેમ જયંતિ રવિએ જણાવ્યું હતું.




Reporter: admin







