News Portal...

Breaking News :

અદાણી જૂથનો $ 1૦૦ બિલિયનનો કેપેક્સ પ્લાન ઉર્જા, ઈન્ફ્રા સ્ટ્રક્ચરને પ્રાધાન્ય ખાનગી જૂથની સુધીની સૌથી મોટી રોકાણ યોજના

2025-06-17 09:51:57
અદાણી જૂથનો $ 1૦૦ બિલિયનનો કેપેક્સ પ્લાન ઉર્જા, ઈન્ફ્રા સ્ટ્રક્ચરને પ્રાધાન્ય ખાનગી જૂથની સુધીની સૌથી મોટી રોકાણ યોજના


ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં $100 બિલિયન એટલે કે લગભગ રૂ. 8.3 લાખ કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. અદાણી ગ્રુપના પ્રવક્તાએ એક વિશિષ્ટ મુલાકાતમાં જણાવ્યું હતું દેશના કોઈપણ ખાનગી જૂથની અત્યાર સુધીની તે સૌથી મોટી રોકાણની યોજના છે.



અદાણી ગ્રુપ હવે દર વર્ષે રૂ. 1.5 થી 1.6 લાખ કરોડ ખર્ચ કરશે, જે ગત વર્ષના રૂ. 1.1 થી 1.2 લાખ કરોડ કરતા ઘણો વધારે છે.અદાણી ગ્રુપ સૌથી વધુ રોકાણ ઉર્જા ક્ષેત્રમાં કરશે જેમાં લગભગ 83% થી 85%. નવીનીકરણીય ઉર્જા અને સંગ્રહ પર રહેશે, જે અદાણી ગ્રીનની નવીનીકરણીય ક્ષમતામાં 7 ગણો વધારો કરશે અને પરંપરાગત વીજ ઉત્પાદન ક્ષમતાને બમણી કરશે.બાકીના રોકાણની વાત કરીએ તો લગભગ 10% બાંધકામ સામગ્રીમાં, 6-7% ખાણકામ અને ધાતુ ક્ષેત્રમાં રહોશે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2025 સુધીમાં અદાણી ગ્રીન એનર્જીની ક્ષમતા 14.2 GW હતી અને અદાણી પાવરની ક્ષમતા 16.54 GW હતી.  



ભંડોળ ક્યાંથી એકત્ર કરાશે?
દર વર્ષે લગભગ રૂ. 24,૦૦૦ કરોડનું દેવું ચૂકવવામાં આવશે, જેના કારણે નેટ દેવું માત્ર રૂ. 25,૦૦૦ કરોડ વધશે. અદાણી ગ્રુપનું નેટ દેવુ અને EBITDA ગુણોત્તર મૂડીખર્ચના દરેક તબક્કામાં 2.5 થી 3 ની વચ્ચે રહેશે અને 2028 માં ટોચ પર પહોંચશે. ત્યારબાદ બાંધવામાં આવેલા પ્રોજેક્ટ્સમાંથી થતી કમાણીમાંથી વધુ રોકાણ કરવામાં આવશે.વાર્ષિક રોકાણમાંથી, 8૦,૦૦૦ કરોડ રૂપિયા ગ્રુપ દ્વારા પોતાના નફામાંથી, ૧૫,૦૦૦ કરોડ રૂપિયા સેટલમેન્ટ પેમેન્ટમાંથી અને 12,૦૦૦ થી 14,૦૦૦ કરોડ રૂપિયા EPC નફામાંથી એકત્ર કરવામાં આવશે. બાકીના 4૦,૦૦૦-5૦,૦૦૦ કરોડ રૂપિયા માટે ગ્રુપને બાહ્ય ભંડોળની જરૂર પડશે.

રોકાણ યોજનાનું લક્ષ્ય શું છે?
આ માસ્ટર પ્લાનનો ઉદ્દેશ્ય જૂથની સંગઠનાત્મક ક્ષમતા વધારવા, ટેકનોલોજીમાં સુધારો કરવા અને સપ્લાય ચેઇન એટલે કે વેન્ડર ઇકો-સિસ્ટમને મજબૂત બનાવવાનો છે. અદાણી ગ્રુપને આ મોટા રોકાણ યોજનામાંથી મોટી કમાણીની અપેક્ષા છે. અદાણી ગ્રુપનો અંદાજ છે કે આ રોકાણથી $16 બિલિયનની કમાણી થશે.

Reporter: admin

Related Post