News Portal...

Breaking News :

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વાઘોડિયા વિધાનસભા કાર્યકર્તાઓ માટે સક્રિય સદસ્યતા સંમેલનનું આયોજન

2025-04-10 16:33:50
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વાઘોડિયા વિધાનસભા કાર્યકર્તાઓ માટે સક્રિય સદસ્યતા સંમેલનનું આયોજન


વડોદરાના વાઘોડિયા વિધાનસભા કાર્યકર્તાઓ માટે 46 માં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સદસ્યતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વાઘોડિયા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 


વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશના સયાજીગંજ વિધાનસભાના પ્રતિનિધિ ધર્મેન્દ્ર પંચાલ, વડોદરા જિલ્લા બીજેપી મહામંત્રી રાજુભાઈ અલ્વા તથા પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વાઘોડિયા વિધાનસભા માટે યોજાયેલ સક્રિય સદસ્યતા સંમેલનના મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશના સયાજીગંજ વિધાનસભાના પ્રતિનિધિ ધર્મેન્દ્ર પંચાલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થી લઈને અત્યાર સુધી કરેલા કાર્યો ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા વાગોળ્યા હતા 


જ્યારે આવનારા સમયમાં કયા પ્રકારનું કામ કરવાનું રહેશે તેનું પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને કેવી રીતે આગળ લઈ જવામાં આવશે તે માટે વાઘોડિયા વિધાનસભામાં આવેલ તમામ તળાવો, શાળા, કોલેજ, હોસ્પિટલ વગેરે જેવી જગ્યાઓને સ્વચ્છ રાખવા માટે તમામ કાર્યકર્તાઓ અને કટિબદ્ધતા જણાવવામાં આવી હતી.

Reporter: admin

Related Post