વોશીંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસતા ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવા આપેલા વચનોનો અમલ કરી રહ્યા છે. જે અંતર્ગત અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીય ઇમિગ્રન્ટ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને યુએસ મીલીટરી એરક્રાફ્ટ ભારત માટે રવાના થઈ ગયું છે. C-17 એરક્રાફ્ટ 24 કલાક બાદ ભારત પહોંચશે, જોકે આ ફ્લાઇટમાં કેટલા લોકો છે હજુ સ્પષ્ટ થયું નથી.ટ્રમ્પે અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટા દેશનિકાલ અભિયાન ચલાવવાનું વચન આપ્યું હતું, અને યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ અમેરિકામાં વસતા લગભગ 18,000 ગેરકાયદે ભારતીય નાગરિકોની પ્રારંભિક યાદી તૈયાર કરી છે.
આ યાદીમાં કુલ 15 લાખ લોકોનો સમાવેશ થાય છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સાંભળ્યા પછી ભારતીય નાગરીકોના દેશ નિકાલની આ પ્રથમ ઘટના છે. ટ્રમ્પ અને યુએસના વિદેશ સચિવ માર્કો રુબિયો ભારત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથેની વાતચીત દરમિયાન અમેરિકામાં ભારતીયો દ્વારા ગેરકાયદે ઇમિગ્રેશન અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. અહેવાલ મુજબ ટૂંક સમયમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વધુ ફ્લાઈટ્સ ભારત મોકલવામાં આવી શકે છે.
Reporter: admin