News Portal...

Breaking News :

બિનઅધિકૃત રીતે વેપાર અર્થે ૩૩ વખત દુબઈ પ્રવાસે ગયેલા આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ

2024-11-28 17:06:52
બિનઅધિકૃત રીતે વેપાર અર્થે ૩૩ વખત દુબઈ પ્રવાસે ગયેલા આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ


સુરતઃ અગાઉ ગુજરાતના ખેડા જિલ્લાના એક મહિલા શિક્ષિકા અમેરિકા વસી ગયા હોવાનો અને પોતાન પગાર લેવા આવી જતા હોવાના કિસ્સાએ હોબાળો મચાવ્યો હતો. 



ત્યારબાદ આવા ઘોસ્ટ ટીચર્સ મામલે સતર્ક બનેલી રાજ્ય સરકારે તપાસ કરતા ઘણા શિક્ષકો આ રીતે સરકારી પગાર લેતા અને ફરજ પર ન આવતા ઝડપાયા હતા. આવા જ એક કેસમાં શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે અને સુરતના એક શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે.શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક: ૨૮૫ ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


આચાર્ય સંજય પટેલ શિક્ષક તરીકેની ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર બિનઅધિકૃત રીતે વેપાર અર્થે ૩૩ વખત દુબઈ પ્રવાસે ગયા હતા.રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આજે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો ૩ મહિના કે ૬ મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા છે.

Reporter: admin

Related Post