આચાર્ય ભગવંતે વર્તમાન યુધ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી ચાતુર્માસમાં ઘરદીઠ સવા લાખ અને સંઘમાં ૯ કરોડ નવકાર ગણવા પ્રેરણા કરી

જૈનોમાં જપ તપ અને વ્રતનો ખુબ મોટો મહિમા છે.અને શાસ્ત્રકારો ભગવંતોએ ચાતુર્માસના ચાર મહિના ધર્મ આરાધના કરવાની હિત શિક્ષા આપેલ છે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહ તથા ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે પાલીતાણા તળેટી રોડ ખાતે આવેલ નિલમ વિહાર ધર્મશાળામાં બિરાજમાન આચાર્ય ભગવંત તથા સાધુ- સાધ્વીજી ભગવંતોને ચાલુ વર્ષે અમારા અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારો એમ સંઘ ના સર્વે શ્રાવક શ્રાવિકાઓએ ભાવપૂર્વક વિનંતી કરી હતી. અને ગુરુજી અમારો અંતરનાદ અમને આપો ચાતુર્માસ અને આશિર્વાદના ગગનભેદી નારાઓ થી મંડપ ગાજી ઉઠયો હતો.દરમિયાનમાં સંઘ ના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ તથા JRD શાહે જણાવ્યું હતું કે ગુરુદેવને વિનંતી કરવા પુરુષો પરંપરા ગત પોશાક સાથે માથે સાફા તથા બહેનો એ ઓઢણી ઓઢી છાબ લઈ નાચતાં ભક્તો પધાર્યા હતા.

ગુરુદેવ ને છાબ માં કામળી,કપડાં,વિહાર બેગ,ઠવણી, પાત્રા,નવકારવાળી, બટવા,ચાવી વાળું ઘડિયાળ,સાપડો વહોરાવયો હતો. ત્યાર બાદ ગુરુદેવને બધાએ ઉભા થઇ ને વિનંતી કરતા આચાર્ય ભગવંતે ચાતુર્માસ ની હા પાડતા જય બોલાવવામાં આવી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.વધુમાં સાત વર્ષ ની ઉંમરે દીક્ષા લઇ આજે ૭૫ વર્ષ સંયમ જીવન ના પુર્ણ થતાં મુનિરાજ ધુરંધર વિજયજી મહારાજ ની સંઘે ભૂરી ભૂરી અનુમોદના કરી હતી .તથા મહારાજે વર્તમાન યુધ્ધની પરિસ્થિતિ માટે સંઘમાં ઘર દીઠ સવા લાખ અને સંઘ માં ૯ કરોડ નવકાર ગણવા પ્રેરણા કરતા સંઘે સહર્ષ ઝીલી લીધી હતી. તથા સંઘમાં સાહેબજી નો ચાતુર્માસ અલકાપુરી જૈન સંઘમાં પ્રવેશ ૪ જુલાઈ ૨૦૨૫ના રોજ કરશે એમ જણાવતાં સંઘે ઉલ્લાસ થી વધાવી લીધા હતા.આજે સવારે ભાવિક ભકતો દ્વારા શત્રુંજયની યાત્રા તથા બાબુના દહેરાસર અને તળેટીએ પુજન અર્ચન કર્યું હતું અને ત્યારબાદ સાધર્મિક ભક્તિ યોજાઈ હતીએમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું




Reporter: admin







