વડોદરા : વારસીયા પોલીસે છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ રહેલા નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટનો આરોપીને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી દીપક ગુલાબચંદ ચેલાણી (રહે, શારદા સોસા.આરટીઓ) 8-07-2024ના રોજ કોર્ટ દ્વારા સજાની અમલવારીનું પકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું. આરોપીને સજા ભોગવવા તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો, પણ આરોપી સજાથી બચવા ભાગી છુટ્યો હતો.એક વર્ષથી ફરાર હતો.
દરમિયાન વારસીયા પોલીસ મથક પી આઈ એસ એમ વસવાની બાતમીના આધારે ચોખંડી હનુમાનજી મંદિર પાસેના પીપળ ના ઝાડ નીચે ઉભા રહેલા આરોપીને વારસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી પાડયો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપીને સૈન્ટ્રલ જેલમાં સજાની અમલવારી માટે મોકલી આપવાનો આદેશ કર્યો હતો.
Reporter: admin







