વડોદરા : કપૂરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાંબુઆ બ્રિજ પાસે બની અકસ્માતની ઘટના, મહેન્દ્રા બોલેરો ગાડીનો ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન આ બોલેરો ગાડીના ચાલક દ્વારા ફોરવીલર વાહન ચાલકને ટક્કર મારવામાં આવી અને તેની સાથે મારામારી જપાજપી કરવામાં આવી

ત્યાં ઉભેલ એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવનાર યુવતી દ્વારા આ સમગ્ર ઘટનાઓ તેના મોબાઇલમાં કેદ કરી લેવામાં આવી હતી ત્યારબાદ આ હિંમત કરી બોલેરો ગાડીના ચાલકને મારામારી કરતા રોકવાનો પ્રયાસ કરતા નશામાં ધૂત બોલેરો ગાડીનો ચાલક યુવાન નશાની હાલતમાં એટલી હદ સુધી હતો કે તેને યુવતી સાથે પણ દૂર વ્યવહાર કર્યો અભદ્ર વર્તન કર્યું તેને ઉપર હાથ ઉઠાવવાની કોશિશ કરી બોલતો કે, હું સરદાર છું પોલીસ પર મારું કશું ઉખાડી નહીં લે તમારાથી થાય એ કરી લો.

બોલેરો ગાડીમાં આગળની નંબર પ્લેટ લાગેલી ન હતી અને આ ગાડી પંજાબ પાસિંગની હતી હાલ ઘટના સ્થળે મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને કપૂરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી ગયો હતો. બોલેરો ગાડીના ચાલકને અને બોલેરો ગાડીને કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



Reporter:







