વડોદરા : કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં સંડોવાયેલા આરોપી રક્ષિત ચોરસિયા વિરુદ્ધ થયેલી કાર્યવાહી બાદ પાલિકા અને પોલીસ તંત્ર સફાળા જાગ્યા છે. માર્ગ અકસ્માત- સુરક્ષાના નામે કરાતી કાર્યવાહી અંગે ફતેપુરા ભાંડવાડા વિસ્તારમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના કારેલીબાગ-આમ્રપાલી વિસ્તારમાં અકસ્માત સર્જાતા રક્ષિત કાંડ સર્જાયો હતો. પરિણામે પાલિકા અને પોલીસ દ્વારા કાર્યવાહી કરીને શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ ડિવાઇડરના કટ અકસ્માત રોકવાના ઇરાદે બંધ કરાઈ રહ્યા છે ત્યારે ફતેપુરા ભાંડવાડાના નાકે આવેલો કટ બંધ કરવા માટે પાલિકા પોલીસ દ્વારા હાલ વિચારણા ચાલી રહી છે. આ અંગે સ્થળ મુલાકાત પણ લેવાઈ ગયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ વિસ્તારમાં પાંચ જુદી જુદી ગલીઓમાં ૧૫થી ૨૦ હજાર જેટલા લોકો રહે છે.
કોઈ આકસ્મિક ઘટના આગ કે પછી માંદગી સહિત અન્ય ઘટના વખતે 108 ઈમરજન્સી, કે પછી ફાયર બ્રિગેડને આકસ્મિક સ્થળે પહોંચવામાં લાંબો કાર્ડના લઈને જવામાં ખૂબ સમયનો વ્યય થશે પરિણામે દર્દી કે પછી આગની ઘટનામાં વધારો પણ થઈ શકે છે. જેથી આ વિસ્તારમાં રોડ ડિવાઇડર વચ્ચે આપેલા કટ કોઈપણ સંજોગોમાં બંધ કરવાથી અકસ્માતની સંખ્યા પણ વધી શકશે એવું સ્થાનિક લોકોનુ કહેવું છે.
Reporter: admin







