વડોદરા, 23 એપ્રિલ, 2024 – અગ્રણી ટેક્નોલોજી સોલ્યુશન્સ પ્રોવાઇડર એક્સીલરોને વડોદરાની સરકારી સ્કૂલોમાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ્સ અને મેથેમેટિક્સ) લેબ્સ અને સ્માર્ટ ક્લાસરૂમ્સ ઊભા કરવા માટે બિન-નફાકારી સંસ્થા યુવા અનસ્ટોપેબલ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ નોંધપાત્ર સહયોગનો ઉદ્દેશ નવા યુગના એવા શિક્ષણને સ્થાપવા માટે આવતીકાલના ઇનોવેટર્સને સશક્ત બનાવવાનો છે જે પરંપરાગત સીમાઓને ઓળંગે અને સરકારી સ્કૂલોને સશક્ત બનાવીને સિદ્ધિઓની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડે.
'સ્કૂલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટની ઉજવણી'ની થીમ આધારિત આ અગ્રણી સહયોગનો હેતુ સરકારી સ્કૂલોના બાળકો માટે રોમાંચક માર્ગો ખોલવાનો છે, જેનાથી તેઓ મોટા સપનાં જોઈ શકે અને પ્રેરણાદાયી કારકિર્દી બનાવી શકે. સહયોગના ભાગરૂપે યુવા અનસ્ટોપેબલે STEM લેબ સુવિધાઓ સ્થાપી છે અને વિદ્યાર્થીઓને સુલભ અનુભવો સાથે સશક્ત બનાવવા અને ભવિષ્ય માટે આવશ્યક કૌશલ્યોથી સજ્જ કરવાના ઉદ્દેશ્ય સાથે સ્માર્ટ ક્લાસરૂમ બનાવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળના બે લાભાર્થીઓ છે બાબાજીપુરા-19 ડો. હંસા મહેતા પ્રાથમિક શાળા અને બાબાજીપુરા-21 વિનોબાભાવે પ્રાથમિક શાળા જેમાં 572થી વધુ વિદ્યાર્થીઓ આ પહેલનો લાભ લઈ રહ્યા છે.
આ પહેલ પરંપરાગત ક્લાસરૂમ્સને અત્યાધુનિક STEM લેબ્સમાં ફેરવવા અને વિદ્યાર્થીઓમાં રચનાત્મકતા, નિર્ણાયક વિચારશક્તિ તથા પ્રોબ્લેમ-સોલ્વિંગ સ્કીલ્સને પ્રોત્સાહન આપવા પર ધ્યાન આપશે. આ લેબ્સ શીખવા માટે સમાવેશક માહોલ ઓફર કરશે, આધુનિક શૈક્ષણિક સંસાધનોની એક્સેસ તથા STEM વિષયોમાં રસ જગાવવા માટેના ટૂલ્સ પૂરા પાડશે.
આ સીએસઆર પહેલના ભાગરૂપે નીચેના અપગ્રેડ્સ કરવામાં આવ્યા છેઃઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ્સઃ સીએસઆર પહેલ થકી સ્કૂલોએ નોંધપાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ્સ કર્યા છે જેમાં ઇન્ટરેક્ટિવ પેનલ્સ તથા સ્ટેમ લેબ્સ જેવી આધુનિક સુવિધાઓ સ્થાપવાનો સમાવેશ થાય છે. આ સુધારા વિદ્યાર્થીઓને શીખવા તથા વિકાસ માટે સમાવેશ માહોલ પૂરો પાડશે.ટેક્નોલોજી ઇન્ટિગ્રેશનઃ સીએસઆર પ્રયાસોથી શીખવાની પ્રક્રિયામાં ટેક્નોલોજી ઇન્ટિગ્રેશન થયું છે. આમાં સ્કૂલોને ડિજિટલ લર્નિંગ સોર્સીસની એક્સેસ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. ટેક્નોલોજીનો લાભ લઈને વિદ્યાર્થીઓ નવીન પ્રકારે શૈક્ષણિક કન્ટેન્ટ સાથે જોડાઈ શકે છે, તેમની વ્યાપક તથા નિર્ણાયક રીતે વિચારવાની કુશળતા વધારે છે.
એક્સીલરોનના મેનેજિંગ ડિરેક્ટર કૌશલ પટેલે ભાગીદારી અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે યુવા અનસ્ટોપેબલ સાથે ભાગીદારીમાં બે સ્થાનિક સરકારી સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસરૂમ્સ અને આધુનિક STEM લેબ્સ લોન્ચ કરવા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટેની અમારી પ્રતિબદ્ધતામાં પરિવર્તનશીલ ક્ષણ શેર કરતા ગર્વ અનુભવીએ છીએ. આ પહેલ શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને પોષવા અને સ્માર્ટ ડિવાઇડનું અંતર પૂરવા માટે અમારા મિશનમાં એક વિશાળ છલાંગ છે. આ આધુનિક ફેસિલિટીઓ પૂરી પાડીને અમે ઝડપથી ઊભરતા સ્માર્ટ ક્ષેત્રમાં ટકવા માટેના ટૂલ્સ સાથે તેમને સશક્ત બનાવવા અને અમારા યુવાનોની સંભાવનામાં રોકાણ કરી રહ્યા છીએ. નવી STEM લેબ્સ ઇનોવેશન માટે ઇન્ક્યુબેટર્સ તરીકે કામ કરશે જેમાં વિદ્યાર્થીઓ જટિલ સમસ્યાઓ સાથે સંકળાશે અને નિર્ણાયક વિચારશક્તિની કુશળતાઓ વિકસાવશે. દરમિયાન, સ્માર્ટ ક્લાસરૂમ્સ ડાયનેમિક લર્નિંગ એન્વાયર્મેન્ટ પૂરું પાડશે જે સ્માર્ટ લિટરસીને પ્રોત્સાહન આપશે તેમજ વૈશ્વિક જ્ઞાન માટેના દરવાજા ખોલશે. યુવા અનસ્ટોપેબલ સાથે અમે ન કેવળ ક્લાસરૂમ ઊભા કરી રહ્યા છીએ પણ ભવિષ્યને આકાર આપી રહ્યા છીએ. અમે આ બાળકોની સિદ્ધિઓ અને વિકાસને નિહાળવા માટે રોમાંચિત છીએ કારણ કે તેઓ આવતીકાલના લીડર્સ બનવા માટે ટેક્નોલોજીની શક્તિનો ઉપયોગ કરે છે.
યુવા અનસ્ટોપેબલના ફાઉન્ડર અમિતાભ શાહે જણાવ્યું હતું કે સહયોગાત્મક પ્રયાસો દ્વારા યુવા અનસ્ટોપેબલ ઉદાર દાતા એવા એક્સીલરોન સાથે અમલીકરણ ભાગીદાર તરીકે કામ કરતા સફળતાપૂર્વક સરકારી સ્કૂલોને આધુનિક સ્માર્ટરૂમ્સ અને STEM લેબ્સ પૂરી પાડી છે. આ પહેલ ન કેવળ વિદ્યાર્થીઓને આધુનિક શૈક્ષણિક સંસાધનો પૂરા પાડે છે પરંતુ તેમને સ્માર્ટ યુગમાં ટકવા અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે સશક્ત બનાવે છે જે સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં પરિવર્તન લાવે છે. એક્સીલરોનના સપોર્ટ સાથે અમે સતત ઊભરતા વિશ્વમાં ટકવા માટે વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાતના સંસાધનો પૂરા પાડી શકીએ છીએ.
STEM લેબ્સ થ્રીડી પ્રિન્ટર્સ, રોબોટિક કિટ્સ, કોડિંગ પ્લેટફોર્મ્સ અને મલ્ટીમીડિયા રિસોર્સીસ સહિતના આધુનિક ઉપકરણો ધરાવે છે જેનાથી વિદ્યાર્થીઓ ઇન્ટરેક્ટિવ અને અનુભવલક્ષી શિક્ષણ સાથે જોડાઈ શકશે. શિક્ષકો સ્ટીમ એજ્યુકેશનને અસરકારક રીતે તેમની ભણાવવાની પદ્ધતિઓમાં ઇન્ટિગ્રેટ કરવા માટે વિશેષ તાલીમ મેળવશે.આ ભાગીદારી દ્વારા એક્સીલરોન અને યુવા અનસ્ટોપેબલ સ્કૂલોમાં નવીનતા તથા કુતૂહલતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે જે વિદ્યાર્થીઓને STEMના ક્ષેત્રે કારકિર્દી અપનાવવા તથા સ્કીલ્ડ વર્કફોર્સના વિકાસમાં પ્રદાન કરવામાં પ્રેરિત કરશે.
Reporter: News Plus