વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના તપાસ
SITએ ટેન્ડર અને ગુણવત્તા મુદ્દે પૂછ્યા તીખા સવાલો
વડોદરા જિલ્લાના પાદરા નજીક બનેલી ગંભીરા નદીના બ્રિજ તૂટી પડવાના કેસમાં તપાસ વધુ ઝડપથી આગળ વધી રહી છે. આ મામલે સસ્પેન્ડ થયેલા કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંબા સમય સુધી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ નાયકાવાલાએ લગભગ છ કલાક સુધી જવાબ આપ્યો, જેમાં તેમને ટેન્ડર મંજૂરી, પ્રોજેક્ટનું સુપરવિઝન અને કામની ટેકનિકલ ખામીઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા.
SITની પૂછપરછમાં ટેન્ડર અને કામની ગુણવત્તા મુદ્દે સવાલો
ગેરરીતિના પુરાવા ભેગા કરવા SITની કાર્યવાહી તેજ
સૂત્રોના જણાવ્યા મુજબ SITએ બ્રિજના નિર્માણમાં થયેલી ખામીઓ, સામગ્રીની ગુણવત્તા અને ટેન્ડર પ્રક્રિયામાં શક્ય ગેરરીતિઓ અંગે નાયકાવાલાની ભૂમિકા અંગે સવાલો પૂછ્યા. ગંભીરા દુર્ઘટનામાં અનેક લોકોના મોતને કારણે સ્થાનિક સ્તરે ભારે રોષ ફેલાયો છે, અને સરકાર તથા તપાસ એજન્સીઓ પર ઝડપી અને પારદર્શક તપાસ કરવાનો દબાણ વધી રહ્યો છે. SIT હવે કોન્ટ્રાક્ટર, ટેક્નિકલ ટીમ અને સંબંધિત અધિકારીઓ પાસેથી વધુ પુરાવા ભેગા કરવાની પ્રક્રિયામાં છે.
Reporter: admin







